શોધખોળ કરો
Advertisement
કારગિલ વિજય દિવસ, શહીદોને સલામ કરી રહ્યો છે દેશ
નવી દિલ્લી: આજે કારગિલ દિવસ છે. 17 વર્ષ પહેલા પાકિસ્તાનને હરાવીને ભારતે કારગીલમાં જીત મેળવી હતી. તે પછી આ તારીખને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 9 વાગ્યે ઈંડિયા ગેટ પર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
17 વર્ષ પહેલા આજના જ દિવસે બહાદુર સૈનિકોએ પાકિસ્તાનને પરાસ્ત કરીને કારગિલ પર તિરંગો લગેરાવ્યો હતો. આજે આખો દેશ શહીદોને સલામ કરશે.
1999માં પાકિસ્તાને પીઠમાં ખંજર મારતા ભારત પર હુમલો કર્યો હતો. ભારતના વીર જવાનોએ શહાદત વહોરીને ભારતની રક્ષા કરી સાથે જ પાકિસ્તાનને તેના કાવતરામાં સફળ ન થવા દીધું.
પાકિસ્તાને એક વર્ષ પેહલા હુમલાની તૈયારી શરૂ કરી દીધી હતી, પણ કારગિલના બરફથી ઢંકાયેલા વિસ્તારમાં તેની ગંધ ભારતને આવી નહિ. જેના પરિણામે ભારતના 527 જવાનો શહીદ થયા હતા. દેશ આ શૂરવીરોને સલામ કરે છે.
3 મે 1999ના રોજ એક ચરવૈયાએ પાકિસ્તાનીઓની ઘૂસણખોરીની માહિતી આપી હતી. સૂચના મળ્યા બાદ બટાલિક સેક્ટરમાં સૌરભ કાલિયા જ્યારે સમીક્ષા માટે નીકળ્યા ત્યારે ઘુસણખોરોએ હુમલો કર્યો હતો. આ પછી સેનાના જવાનો કાર્યવાહી કરવા નીકળ્યા તો સામેથી થયા ફાયરિંગથી અંદાજ આવ્યો કે આ ઘુસણખોરી નહિ હુમલો છે.
પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યુ અને શાંત કારગિલ દ્રાસ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયુ. પાકિસ્તાનની મંશા લદાખને કશ્મીરથી અલગ કરવાની હતી. લગભગ બે મહિના સુધી ચાલેલી આ લડાઈ બાદ પાકિસ્તાન તૂટી ગયુ અને ભારતીય સેનાએ 14 જુલી 1999માં કારગિલ પર જીત મેળવીને તિરંગો લહેરાવ્યો.
આ પછી તત્કાલિન પીએમ અટલ બિહારી વાજપેયીએ 26 જુલાઈને કારગિલ વિજય દિવસ જાહેર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement