દિલ્હીની તમામ 70 બેઠકો પર AAP એ ઉતાર્યા ઉમેદવાર, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ
AAP Candidate List 2025: અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાના મંત્રીઓ અને મોટા ચહેરાઓની ટિકિટ જાળવી રાખી છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી, આતિશી કાલકાજીથી ચૂંટણી લડશે
AAP Candidate List 2025: દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. તેની ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે શાસક પક્ષ AAP એ તમામ 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. AAP એ આજે (15 ડિસેમ્બર) ચોથી અને છેલ્લી યાદી બહાર પાડી જેમાં કન્વિનર અરવિંદ કેજરીવાલ અને સીએમ આતિશી જેવા મોટા નામો છે.
AAPએ પ્રથમ યાદીમાં 11, બીજીમાં 20, ત્રીજામાં એક અને ચોથીમાં 38 ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ બે યાદીમાં મોટાભાગે નવા ચહેરાઓ છે. જ્યારે કેટલાક ચહેરા એવા છે જેઓ તાજેતરમાં ભાજપ કે કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા છે. ત્રીજી યાદીમાં AAP એ નજફગઢથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો જ્યાંથી પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ચૂંટણી જીત્યા હતા. ગેહલોત હાલમાં જ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા.
આ મંત્રીઓ પર ફરી વ્યક્ત કર્યો વિશ્વાસ
અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાના મંત્રીઓ અને મોટા ચહેરાઓની ટિકિટ જાળવી રાખી છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી, આતિશી કાલકાજીથી, ગોપાલ રાય બાબરપુરથી, સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, ઈમરાન હૂસૈન બલ્લીમારનથી અને મુકેશકુમાર અહલાવત સુલતાનપુર મજરાથી ચૂંટણી લડી રહ્યા છે.
આપના તમામ 70 ઉમેદવારોનું લિસ્ટ -
1. નરેલા- દિનેશ ભારદ્વાજ
2. તિમારપુર- સુરેન્દ્રપાલ સિંહ બિટ્ટુ
3. આદર્શ નગર- મુકેશ ગોયલ
4. મુંડકા- જસબીર કરાલા
5. મંગોલપુરી- રાકેશ જાટવ ધર્મરક્ષક
6. રોહિણી- પ્રદીપ મિત્તલ
7. ચાંદની ચોક- પુનરદીપસિંહ સાહની (SABI)
8. પટેલ નગર- પ્રવેશ રતન
9. માદીપુર- રાખી બિરલાન
10. જનકપુરી- પ્રવીણ કુમાર
11. બિજવાસન- સુરેન્દ્ર ભારદ્વાજ
12. પાલમ- જોગીન્દર સોલંકી
13. જંગપુરા- મનીષ સિસોદિયા
14. દેવળી- પ્રેમકુમાર ચૌહાણ
15. ત્રિલોકપુરી- અંજના પરચા
16. પટપરગંજ- અવધ ઓઝા
17. કૃષ્ણા નગર- વિકાસ બગ્ગા
18. ગાંધી નગર- નવીન ચૌધરી (દીપુ)
19. શાહદરા- પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિ
20. મુસ્તફાબાદ- આદિલ અહેમદ ખાન
21. છતરપુર - બ્રહ્મસિંહ તંવર
22. કિરારી - અનિલ ઝા
23. વિશ્વાસ નગર – દીપક સિંઘલા
24. રોહતાસ નગર - સરિતા સિંહ
25. લક્ષ્મી નગર – બીબી ત્યાગી
26. બાદરપુર - રામ સિંહ
27. સીલમપુર - ઝુબેર ચૌધરી
28. સીમાપુરી – વીર સિંહ ધીંગાન
29. ખોંડા – ગૌરવ શર્માને
30. કરાવલ નગર – મનોજ ત્યાગી
31. મતિયાલા - સોમેશ શૌકીન
32. બુરારી - સંજીવ ઝા
33. બદલી - અજેશ યાદવ
34. રિથાલા – મોહિન્દર ગોયલ
35. બાવાના- જય ભગવાન
36. સુલતાનપુર માજરા- મુકેશ કુમાર અહલાવત
37. નાંગલોઈ જાટ - રઘુવિન્દર શૌકીન
38. શાલીમાર બાગ – બંદના કુમારી
39. શકુર બસ્તી - સત્યેન્દ્ર જૈન
40. ત્રિનગર – પ્રીતિ તોમર
41. વઝીરપુર- રાજેશ ગુપ્તા
42. મૉડલ ટાઉન- અકિલેશ પાટી ત્રિપાઠી
43. સદર બજાર - સોમ દત્ત
44. મટિયાલા મહેલ - શોએબ ઈકબાલ
46. બલ્લીમારન - ઈમરાન હુસૈન
47. કરોલ બાગ – ખાસ રવિ
48. મોતી નગર – શિવચરણ ગોયલ
49. રાજૌરી ગાર્ડન - ધનવતી ચંદેલા
50. હરિ નગર- રાજ કુમારી ધિલ્લોન
51. તિલક નગર - જરનૈલ સિંહ
52. વિકાસપુરી – મહિન્દર યાદવ
53. ઉત્તમ નગર – પોશ બાલ્યાન
54. દ્વારકા - વિનય મિશ્રા
55. દિલ્હી કેન્ટ - વિરેન્દ્રસિંહ કડિયાન
56. રાજેન્દ્ર નગર - દુર્ગેશ પાઠક
57. નવી દિલ્હી- અરવિંદ કેજરીવાલ
58. કસ્તુરબા નગર - રમેશ પહેલવાન
59. માલવીયા નગર - સોમનાથ ભારતી
60. મહેરૌલી- નરેશ યાદવ
61. આંબેડકર નગર - અજય દત્ત
62. સંગમ વિહાર – દિનેશ મોહનિયા
63. ગ્રેટર કૈલાશ - સૌરભ ભારદ્વાજ
64. કાલકાજી - આતિશી
65. તુગલકાબાદ - સાહી રામ
66. ઓખલા - અમાનતુલ્લા ખાન
67. કોંડલી - કુલદીપ કુમાર
68. બાબરપુર - ગોપાલ રાય
69. ગોકુલપુર - સુરેન્દ્ર કુમાર
70. નજફગઢ- તરુણ યાદવ
આ પણ વાચો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું