Aditya-L1 Solar Mission: સૂર્ય અંગે ડેટા મોકલી રહ્યું છે આદિત્ય મિશન, ઇસરો ચીફે આપી જાણકારી
Aditya-L1 Solar Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે આદિત્ય-એલ (1) સોલર મિશન સૂર્ય વિશે સતત ડેટા મોકલી રહ્યું છે
Aditya-L1 Solar Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે આદિત્ય-એલ (1) સોલર મિશન સૂર્ય વિશે સતત ડેટા મોકલી રહ્યું છે. જ્વેલરી કંપની પી.સી. ચંદ્રા ગ્રુપ દ્વારા વિશેષ પુરસ્કારથી સન્માનિત થયા બાદ સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે અવકાશયાનના અનેક ડિવાઇસ ઘણા પાસાઓ પર ડેટા ફીડ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે “અમે સૂર્યનું સતત અવલોકન કરી રહ્યા છીએ જેમાં અલ્ટ્રાવાયોલેટ મેગ્નેટિક ચાર્જની ગણતરી, કોરોના ગ્રાફ અવલોકન, એક્સ-રે અવલોકનો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
ભારતનું પ્રથમ સૌર મિશન યાન આદિત્ય-એલ (1) 2 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે આ ઉપગ્રહને પાંચ વર્ષ માટે રાખી રહ્યા છીએ અને પ્રાપ્ત ગણતરીઓનું લાંબા ગાળાના ઉપાયના રૂપમાં વિશ્લેષણ કરવામાં આવશે." આ તમારા બ્રેકિંગ ન્યૂઝ જેવું નથી કે આજે સૂર્ય વિશે કંઈક બતાવવામાં આવ્યું અને કાલે કાંઇ બીજું જણાવવામાં આવશે. ચીજો દરરોજ બદલાતી રહેતી હોય છે.
તેમણે કહ્યું કે હવે તમામ ગણતરીઓ કરવામાં આવશે, પરંતુ પરિણામ પછીથી જાણવા મળશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ મિશન સૂર્યગ્રહણ પરની જાણકારી આપશે. તો સોમનાથે કહ્યું કે જ્યારે સૂર્ય ચંદ્ર દ્વારા અવરોધિત થાય છે ત્યારે ગ્રહણ થાય છે. સ્વાભાવિક રીતે અમારું મિશન ગ્રહણ પહેલાં, ગ્રહણદરમિયાન અને પછી સૂર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરી રહ્યું છે. અન્ય અવકાશ એજન્સીઓ સાથે સહયોગ અંગે તેમણે કહ્યું કે ISRO એક સંયુક્ત ઉપગ્રહ ‘NISAR’ (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) બનાવી રહ્યું છે.
શું છે ISROનું આદિત્ય L1 મિશન ?
ISRO એ સૌર વાયુમંડળનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પોલર સેટેલાઇટ વ્હીકલ (PSLV-C57) દ્વારા આદિત્ય L1 મિશન લોન્ચ કર્યું હતું.
મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની પ્રભામંડળ કક્ષામાં સ્થાપિત કરવાનો છે. લેગ્રેન્જ પોઈન્ટ અવકાશમાં એવા સ્થાનો છે જ્યાં જ્યારે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે ત્યારે તેને લાંબા સમય સુધી ત્યાં રાખી શકાય છે. વૈજ્ઞાનિક જોસેફ લુઈ લાંગ્રેજ નામ પરથી આ પોઈન્ટનું નામ આપવામાં આવ્યું છે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સિસ્ટમમાં આવા પાંચ બિંદુઓ છે. L1 એ એક બિંદુ છે જ્યાંથી સૂર્યનું અવિરત અવલોકન 24 કલાક કરી શકાય છે.