BJP Mukhyamantri Parishad: 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી 4 કલાક સુધી કરી બેઠક, મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા
BJP Mukhyamantri Parishad: વડાપ્રધાન મોદીએ તમામ મોટી યોજનાઓના મહત્તમ કવરેજની ખાતરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોએ આ દિશામાં આગળ વધવું જોઈએ.
![BJP Mukhyamantri Parishad: 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી 4 કલાક સુધી કરી બેઠક, મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા BJP Mukhyamantri Parishad PM Modi Meeting With Chief Ministers Of 18 States For 4 Hours BJP Mukhyamantri Parishad: 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી 4 કલાક સુધી કરી બેઠક, મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/24/d123d8385bb84ec826e8389f03c5900e1658683864_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Meeting: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 24 જુલાઈને રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી અને તેમને કલ્યાણ યોજનાઓનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવા અને રાજ્યમાં વ્યવસાયિક વાતાવરણને વેગ આપવા જણાવ્યું હતું.
4 કલાકથી વધુ ચાલી બેઠક
ચાર કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. ભાજપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન મોદીએ સરકારની કેટલીક મુખ્ય યોજનાઓ અને ગતિ શક્તિ, હર ઘર જલ, સ્વામીત્વ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી પહેલોના વધુ સારી રીતે અમલીકરણ પર ભાર મૂક્યો હતો.
આ મુદ્દાઓ પર વધુ ભાર મુકાયો
"વડાપ્રધાન મોદીએ તમામ મોટી યોજનાઓના મહત્તમ કવરેજને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોએ આ દિશામાં આગળ વધવું જોઈએ." મોદીએ મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેમના રાજ્યો રમતગમતને યોગ્ય મહત્વ આપે અને મોટી સંખ્યામાં યુવાનોની ભાગીદારી અને સંલગ્નતાને પ્રોત્સાહિત કરવા શ્રેષ્ઠ સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે.
આ બેઠકમાં 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા
પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના ગુડ ગવર્નન્સ સેલના વડા વિનય સહસ્રબુદ્ધે પણ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે 18 રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોએ તમામ કેન્દ્રીય પ્રાયોજિત કલ્યાણ યોજનાઓ અને મુખ્ય કાર્યક્રમોના 100 ટકા લક્ષ્યને હાંસલ કરવા પર ચર્ચા કરી હતી. આ રાજ્યોમાં ભાજપ એકલા અથવા અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને સત્તામાં છે.
ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયો, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત પણ આ બેઠકમાં હાજર હતા.
મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને બિહારના તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી સહિત અનેક નાયબ મુખ્ય પ્રધાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)