શોધખોળ કરો
Advertisement
યૂરોપિયન સ્પેસ એજન્સીએ ચંદ્રયાન-2ને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- વિક્રમ લેન્ડ થયું પણ.....
અહેવાલ અનુંસાર ચંદ્રની ધૂળ યાનના સાધનો સાથે ચોંટીને મશીન ખરાબ કરી નાખે છે.
નવી દિલ્હીઃ ચંદ્રયાન 2 મિશનમાં લેન્ડર વિક્રમનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો ચે અને યોજના અનુસાર થનારું સોફ્ટ લેન્ડિંગ ન થઈ શક્યું. બાદમાં ઓર્બિટર દ્વારા મોકલવામાં આવેલ હાઈ રિઝોલ્યૂશન તસવીરમાં લેન્ડરના લોકેશનની જાણકારી મળી છે. યૂરોપિયન સ્પેસ એજન્સી(ઈએસએ)ના એક અહેવાલ અનુસાર ચંદ્રના દક્ષિણી ધ્રુવમાં જ્યાં વિક્રમનું લેન્ડિંગ થયું છે તે ખૂબ જ ખતરનાક વિસ્તાર છે. યૂરોપિયન સ્પેસ એજન્સીનું પણ એ વિસ્તારમાં લેન્ડિંગ કરવાનું મિશન હતું જે સફળ રહ્યું ન હતું. આ દરમિયાન એજન્સીએ એક રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં અનેક ખાસ જાણકારી આપવામાં આવી છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ક્ષેત્રની સપાટી પરનું વાતાવરણ ખુબ જ જટિલ છે. તેમાં ચાર્લ્ડ પાર્ટિકલ્સ અને રેડિએશન ચંદ્રની ધૂળમાં ભળે છે. આ પ્રક્રિયાના પરિણામ ‘આશ્ચર્યજનક, ધારણા બહારના અને ખતરનાક હોય છે.
અહેવાલ અનુંસાર ચંદ્રની ધૂળ યાનના સાધનો સાથે ચોંટીને મશીન ખરાબ કરી નાખે છે. માટી સોલાર પેનલ પર પન ચોટી જાય છે અને તમામ એક્વિપમેંટ્સની કાર્યક્ષમતાને ઘટાડી દે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઈલેક્ટ્રોસ્ટેટિક ફોર્સેજ ચંદ્ર પર ધૂળની ડમરીઓ ચડાવે છે જેના કારણે ખતરો વધી જાય છે. આ પાર્ટિકલ્સથી બનતા ઈલેક્ટ્રોસ્ટેટિક ચાર્જના કારણે આગળ આવનારા લેંડર માટે ખતરો ઉભો થાય છે. જોકે ચંદ્રની ધૂળને લઈને વધારે જાણકારી નથી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, લેન્ડિંગ દરમિયાન લેન્ડરે એવા કોઈ પણ પડછાયા પર નજર રાખવાની હોય છે જેનાથી સોલાર પાવર જનરેશન પર અસર થાય. ઈએસએ હાલ કેનેડા અને જાપાનની સ્પેસ એજન્સીઓ સાથે મળીને હેરકલ્સ રોબોટિક મિશન તૈયાર કરી રહી છે જેને અંતર્ગત 2020 સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ઈએસએ અહેવાલ ઉપરાંત યૂનિવર્સિટી ઓફ્સ પ્યોર્ટો રીકો-મયાગેજે નાસા સાથે મળીને એક અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણી ધ્રુવમાં સ્પેસક્રાફ્ટ લેંડ કરાવવામાં 17 પ્રકારના જોખમો રહેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement