કોરોના સામે લડવા આ રાજ્યની સરકાર 50,000 MBBS વિદ્યાર્થીઓની કૉવિડ ડ્યૂટી માટે કરશે ભરતી ને આપશે 1 લાખ રૂપિયાનો પગાર, જાણો વિગતે
સ્વાસ્થ્ય, ચિકિત્સા અને પરિવાર કલ્યાણ વિભાગ, તેલંગાણા સરકારે ડૉક્ટર, નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય પેરામેડિકલ સ્ટાફ સહિત મેડિકલ પ્રૉફેશનલના પદ પર 50,000 MBBS વિદ્યાર્થીઓની (50000 MBBS Students) ભરતી કરવાની જાહેરાત (MBBS Students Recruited) કરી છે.
![કોરોના સામે લડવા આ રાજ્યની સરકાર 50,000 MBBS વિદ્યાર્થીઓની કૉવિડ ડ્યૂટી માટે કરશે ભરતી ને આપશે 1 લાખ રૂપિયાનો પગાર, જાણો વિગતે CoronaVirus: 50000 MBBS students to be recruited for Covid-19 duty by Telangana Govt કોરોના સામે લડવા આ રાજ્યની સરકાર 50,000 MBBS વિદ્યાર્થીઓની કૉવિડ ડ્યૂટી માટે કરશે ભરતી ને આપશે 1 લાખ રૂપિયાનો પગાર, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/0caeda0627ca9077d7e2e0d5c5b80db1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હૈદરાબાદઃ દેશમાં વધી રહેલા કોરોના (CoronaVirus) સંકટને નિપટાવવા માટે દેશના રાજ્ય તેલંગાણાએ (Telangana Govt) મોટી એક્શન લીધી છે. સ્વાસ્થ્ય, ચિકિત્સા અને પરિવાર કલ્યાણ વિભાગ, તેલંગાણા સરકારે ડૉક્ટર, નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય પેરામેડિકલ સ્ટાફ સહિત મેડિકલ પ્રૉફેશનલના પદ પર 50,000 MBBS વિદ્યાર્થીઓની (50000 MBBS Students) ભરતી કરવાની જાહેરાત (MBBS Students Recruited) કરી છે. ઉલ્લેખનીય છે કે, તેલંગાણા સરકારે 9 મેએ થયેલી મીટિંગમાં આ ફેંસલો કર્યો હતો.
યોગ્ય કેન્ડિડેટ્સને 2 થી 3 મહિના માટે રાખવામાં આવશે કામ પર.....
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું- રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે ફ્રન્ટ લાઇન વર્કર્સ તરીકે કામ કરી રહેલા મેડિકલ અને હેલ્થ કર્મચારીઓનો બોજ ઓછો કરવા માટે તમામ યોગ્ય ઉમેદવારોને 2-3 મહિના માટે કામ પર રાખવામાં આવશે. તેમને એ પણ કહ્યું કે, કોરોના વાયરસ દર્દીઓના ઇલાજ માટે આગળ આવનારા તમામ વિદ્યાર્થીઓને નજીકના ભવિષ્યમાં સરકારી નોકરીઓ માટે વેટેજ પૉઇન્ટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અધિકારીક વેબસાઇટ health.telangana.gov.in પર હજારો મેડિકલ વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 22 મે સુધી અરજી કરી શકે છે.
તેલંગાણા મેડિકલ પ્રૉફેશનલ રિક્રૂટમેન્ટ 2021 માટે અરજી કઇ રીતે કરશો.....
1- સ્વાસ્થ્ય ચિકિત્સા અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારિક પોર્ટલ https://health.telangana.gov.in/ પર જાઓ.
2- હૉમપેજ, પર મેડિકલ પ્રૉફેશનલ્સ ભરતી માટેની લિંક પર ક્લિક કરો.
3- તમને ન્યૂ પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, ‘એપ્લાય ઓનલાઇન’ લિંક પર ક્લિક કરો.
4- પોતાની પર્સનલ, એજ્યૂકેશન, એક્સપીરિયન્સ અને અન્ય જરૂરી ડિટેલ્સ ભરો.
5- ડિટેલ્સ જમા કરો અને ભવિષ્ય માટે ઉપયોગ માટે અરજીપત્રક ડાઉનલૉડ કરો.
અરજીકર્તાને એક વેલિડ ફોન નંબર અને સાથે જ એક ઇમેલ આઇડી નોંધવી પડશે જેથી ભવિષ્યના તમામ કૉમ્યૂનિકેશન ફક્ત તે માધ્યમ દ્વારા કરવામાં આવે.
તેલંગાણા મેડિકલ પ્રૉફેશનલ રિક્રૂટમેન્ટ 2021: પગાર ધોરણ
તમામ પસંદગી પામેલા ઉમેદવારોને 17,000 રૂપિયાથી 1,00,000 રૂપિયાની વચ્ચે વેતન મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)