Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજાર 615 કેસ નોંધાયા, 514 લોકોના મોત
દક્ષિણના રાજ્ય કેરળમાં હજુ પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
Coronavirus Cases Today in India: દેશમાં આજે જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 30 હજાર 615 નવા કેસ નોંધાયા છે અને 514 લોકોના મોત થયા છે. ગઈકાલે 27 હજાર 409 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે કેસમાં વધારો થયો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
એક્ટિવ કેસ ઘટીને 3 લાખ 7 હજાર 240 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3 લાખ 7 હજાર 240 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 9 હજાર 872 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 18 લાખ 43 હજાર 446 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.
કેરળમાં તબાહી ચાલુ છે
જણાવી દઈએ કે દક્ષિણના રાજ્ય કેરળમાં હજુ પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અહીં કેસ 10,000 થી નીચે ગયા પછી, મંગળવારે 11,776 નવા કેસ નોંધાયા સાથે દૈનિક કેસોમાં આંશિક વધારો નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 64,28,148 થઈ ગઈ છે.
મંગળવારે રાજ્યમાં કોવિડને કારણે 304 લોકોના મોત થયા હતા, આ સાથે મહામારીથી કુલ મૃત્યુઆંક વધીને 62,681 થઈ ગયો છે. સોમવારે કેરળની હોસ્પિટલમાંથી 32,027 લોકોને રજા આપવામાં આવતા, રાજ્યમાં અત્યાર સુધીમાં ચેપ મુક્ત લોકોની કુલ સંખ્યા વધીને 62,40,864 થઈ ગઈ છે.
India reports 30,615 fresh COVID cases (11% higher than yesterday's numbers), 82,988 recoveries, and 514 deaths in the last 24 hours
— ANI (@ANI) February 16, 2022
Active case: 3,70,240
Daily positivity rate: 2.45%
Total recoveries: 4,18,43,446
Total vaccination: 173.86 crore doses pic.twitter.com/hWF23qk7Jp
અત્યાર સુધીમાં લગભગ 173 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના લગભગ 173 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 41 લાખ 54 હજાર 476 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 173 કરોડ 86 લાખ 81 હજાર 476 ડોઝ આપવામાં આવ્યા છે.