શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં 1200થી વધારે લોકોના મોત, 37 હજાર લોકો સંક્રમિત, રાજ્યવાર આંકડા
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 11,506 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર કરી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 71 લોકોના મોત થયા છે અને 2293 નવા કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 37,336 પર પહોંચી છે. જેમાંથી 1218 લોકોના મોત થયા છે. જ્યારે 9950 લોકો સાજા થઈ ગયા છે. હાલ 26,167 કેસો સક્રિય છે.
મહારાષ્ટ્રમાં 485, ગુજરાતમાં 236, મધ્યપ્રદેશમાં 145, દિલ્હીમાં 61, આંધ્રપ્રદેશમાં 33, આસામમાં 1, બિહારમાં 3, હરિયાણામાં 4, હિમાચલ પ્રદેશમાં 1, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 22, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 19, રાજસ્થાનમાં 62, તમિલનાડુમાં 28, તેલંગાણામાં 26, ઉત્તરપ્રદેશમાં 42 અને પશ્ચિમ બંગાળમાં 33 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 11,506 પર પહોંચી છે. ગુજરાતમાં 4721, દિલ્હીમાં 3738, મધ્યપ્રદેશમાં 2719, રાજસ્થાનમાં 2666, તમિલનાડુમાં 2526, ઉત્તરપ્રદેશમાં 2328, આંધ્રપ્રદેશમાં 1463, તેલંગાણામાં 1039 સંક્રમિતો નોંધાયા છે.2293 new cases, 71 deaths in the last 24 hours; this is the highest number of cases reported in one day: Ministry of Health and Family Welfare https://t.co/kd8KWQJgY2
— ANI (@ANI) May 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement