હિંદુત્વની બોકો હરામ સાથે તુલના કરવા મામલે મુશ્કેલીમાં સલમાન ખુર્શીદ, કોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ
કોર્ટે કોગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદની વિવાદીત પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’માં સનાતન હિંદુ ધર્મની તુલના બોકો હરામ અને ISIS આતંકવાદી સંગઠનો સાથે કરવાની લઇને એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
Case Against Congress Leader Salman Khurshid: સ્થાનિક કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટના કોગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદની વિવાદીત પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’માં સનાતન હિંદુ ધર્મની તુલના બોકો હરામ અને ISIS આતંકવાદી સંગઠનો સાથે કરવાની લઇને એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અરજીપત્રકમાં બતાવાયેલા ફેક્ટ્સ અને અરજીકર્તાઓની દલીલો સાંભળ્યા બાદ કોર્ટેનો નિર્ણય છે કે કોગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ વિરુદ્ધ ગંભીર ગુનાનો કેસ બને છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સલમાન ખુર્શીદ એક વરિષ્ઠ નેતા હોવાની સાથે અનેક મંત્રી પદ પર રહી ચૂક્યા છે. એવામાં તેમની પુસ્તકનો કેટલોક ભાગ વિવાદાસ્પદ અને હિંદુ ધર્મની છબી ખરાબ કરનારો છે. તેમના પર આરોપ છે કે તેમની પુસ્તક વાંચ્યા બાદ અરજીકર્તાની ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચ્યો છે. અરજીકર્તાનું માનવું છે કે કોઇ પણ પ્રકારના પુરાવા વિના કોઇ પણ ધર્મ અંગે લખવું અને તેમની છબિ ખરાબ કરવું નૈતિક રીતે ખોટું છે.
નોંધનીય છે કે કોર્ટે આ આદેશ સ્થાનિક વકીલ શુભાંગી તિવારી દ્ધારા CRPCની કલમ 156 (3) હેઠળ દાખલ એક અરજી પર આપ્યો છે. પોતાના આદેશમાં મેજીસ્ટ્રેટે કહ્યું કે અરજી અને તેના સમર્થનમાં ઉઠાવાયેલા તર્કનું અવલોકન કર્યા બાદ મારો મત છે કે સલમાન ખુર્શીદ વિરુદ્ધ ગંભીર ગુનો બને છે. અરજીકર્તાએ આરોપ લગાવ્યો કે પુસ્તકના કેટલાક અંશ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે.