WB New Governor:સીવી આનંદ બોઝ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બનશે
પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલના નામની જાહેરાત કરવામાં આવી છે. ડૉ.સીવી આનંદ બોઝની પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
West Bengal New Governor: પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ(Governor of West Bengal)ના નામની જાહેરાત કરવામાં આવી છે. ડૉ.સીવી આનંદ બોઝ(Dr CV Ananda Bose)ની પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુરુવારે (17 નવેમ્બર) રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે. આ આદેશ તેઓ જે દિવસથી કાર્યભાર સંભાળશે ત્યારથી લાગુ થશે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ નિમણૂક તેઓ જે તારીખથી કાર્યભાર સંભાળશે ત્યારથી લાગુ થશે."
Dr CV Ananda Bose appointed as the Governor of West Bengal. pic.twitter.com/PsGKySLgGO
— ANI (@ANI) November 17, 2022
ડૉ.આનંદ બોઝ હાલમાં મેઘાલય સરકારના સલાહકાર છે. 71 વર્ષીય સીવી આનંદ બોઝની નિમણૂક પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર જગદીપ ધનખડને ઓગસ્ટમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના મહિનાઓ બાદ કરવામાં આવી છે. જુલાઈમાં, મણિપુરના રાજ્યપાલ એલ.એ. ગણેશનને રાજભવનમાં બંગાળના નવા રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. આ ગણેશનનો વધારાનો હવાલો હતો.
સીવી આનંદ બોઝને જવાહરલાલ નેહરુ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેઓ મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનના પ્રથમ ફેલો પણ છે, જ્યાં ટોચના સિવિલ સર્વિસના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. આનંદ બોઝ એક લેખક પણ છે, તેમણે અંગ્રેજી, મલયાલમ અને હિન્દીમાં 40 પુસ્તકો પ્રકાશિત કર્યા છે.
સીવી આનંદ બોઝ એ કાર્યકારી જૂથના અધ્યક્ષ હતા જેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે વિકાસ એજન્ડા તૈયાર કર્યો હતો. "બધા માટે સસ્તા આવાસ" નો તેમનો ખ્યાલ સરકારે અપનાવ્યો હતો.
Gujarat Election 2022: ગુજરાતમાં આગામી 3 દિવસોમાં PM મોદીની 8 રેલી, 10 પોઈન્ટમાં જાણો સમગ્ર શેડ્યૂલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી સભાને સંબોધિત કરવાની કમાન પ્રધાનમંત્રી મોદીએ સંભાળી છે. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) તેના ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ ચૂંટણી લડાઈમાં કરવા માટે તૈયાર છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમની પાર્ટી માટે પ્રચાર કરવાના છે.
ગુજરાતમાં 27 વર્ષથી ચાલી રહેલી ભાજપ સરકાર આ વખતે પણ પાર્ટીને સત્તામાં જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરી રહી છે. એટલા માટે પીએમ મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. તેઓ શનિવાર (19 નવેમ્બર)થી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતના દક્ષિણ તરફથી શરૂ થશે.
2. પ્રધાનમંત્રી શનિવારે સાંજે 7:30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.
3 PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.
4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.
5 PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે.
6. આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
7. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 3 જાહેરસભાઓને સંબોધશે.
8 PM મોદી રવિવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે.
9 PM મોદી બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં હશે.
10 ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી 30 રેલીઓ અને રોડ શો કરે તેવી શક્યતા છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 30થી વધુ રેલીઓ કરી હતી.