'મિશન શક્તિ' પર DRDO ચીફે કહ્યું, 45 દિવસમાં સેટેલાઇટનો કાટમાળ નાશ પામશે
ડીઆરડીઓ પ્રમુખ સતીશ રેડ્ડીએ કહ્યું હતું કે પરીક્ષણ કર્યા પછી આ મિશનને ગુપ્ત રાખી શકાય નહીં.
ડીઆરડીઓ પ્રમુખ સતીશ રેડ્ડીએ કહ્યું હતું કે પરીક્ષણ કર્યા પછી આ મિશનને ગુપ્ત રાખી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે અંતરિક્ષમાં થતી કોઈપણ પ્રકારની હલચલની જાણ માટે દુનિયાભરના સ્ટેશનનોની નજર રહે છે. આ જ કારણે કોઇપણ પ્રશિક્ષણ કરતા પહેલા બધી જરુરી મંજૂરી લેવી પડે છે. મિશન શક્તિને પીએમ મોદીએ 2016માં લીલી ઝંડી આપી હતી અને 2 વર્ષમાં આશરે 150 વૈજ્ઞાનિકોએ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.#WATCH Defence Research and Development Organisation releases presentation on #MissionShakti pic.twitter.com/4llQ1t3JUG
— ANI (@ANI) April 6, 2019
રેડ્ડીએ કહ્યું કે, ભારતે આ પ્રકારનું પગલું ભરીને ટાર્ગેટ નષ્ટ કરવાની ક્ષમતા દેખાડી તો અમે ઓપરેશન્સ માટે અમારી ક્ષમતા સાબિત કરી છે. દેશે જમીનથી સીધા જ ટાર્ગેટને હિટ કરવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે તો આ ડિફેન્સ માટે ફણ કામ કરે છે. મિલિટરી ડોમેનમાં પણ સ્પેસનું મહત્વ વધ્યું છે.DRDO Chief G Satheesh Reddy on P Chidambaram's statement on #MissionShakti : Mission of this nature after a test is conducted can’t be kept secret. The satellite is tracked by many stations across the world. All necessary permissions were taken. pic.twitter.com/A9mYnttZag
— ANI (@ANI) April 6, 2019
ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસાના પ્રશાસક ડિમ બ્રાઇડેંસ્ટાઇને સોમવારે કહ્યું હતું કે ભારત દ્વારા કરવામાં આવેલ પરીક્ષણથી ફેલાયેલ કચરો આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન સાથે ટકરાઇ શકે છે અને આ ઘણી જ ઘાતક સ્થિતિ હશે. તેમનું આ નિવેદન વર્તમાન યૂએસ ડિફેન્સ સેક્રેટરી પૈટ્રિક માઇકલ શનાહનના તે નિવેદનથી વિપરિત હતું. જેમાં તેમણે કહ્યું હતું કે કાટમાળ ધીરે-ધીરે સળગી જશે અને તેના કારણે કોઈપણ સેટલાઇટને ખતરો નથી. જ્યારે પેન્ટાગનના પ્રવક્તા ચાર્લી સમર્સને પુછવામાં આવ્યું કે તે શનાહનના મતથી સહમત છે તો તેમણે કહ્યું હતું કે હા, હું સહમત છું.DRDO Chief GS Reddy: Space has gained importance in the military domain. When a country like India has done an exercise like this and shown capability of interception of a target, you have shown the capability for such operations. Best way of defence is to have deterrence. pic.twitter.com/8Lnqz7GkM2
— ANI (@ANI) April 6, 2019
DRDO Chief Satheesh Reddy on #MissionShakti: Within 45 days, all the debris will decay pic.twitter.com/Vs1Oiwhfqs
— ANI (@ANI) April 6, 2019