શોધખોળ કરો

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસની માંગ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ પર પોતાના આરોપોની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં માગ કરી કે કોર્ટ મહારાષ્ટ્ર સરકારના એ આદેશને પણ રદ કરી નાખે કે જે અંતર્ગત મુંબઈ પોલીસના કમિશનરપદેથી તેમની બદલી કરી દેવાઈ હતી.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર સનસનીખેજ આરોપ લગાવનારા આઈપીએસ  પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ પર પોતાના આરોપોની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં માગ કરી કે કોર્ટ મહારાષ્ટ્ર સરકારના એ આદેશને પણ રદ કરી નાખે કે જે અંતર્ગત મુંબઈ પોલીસના કમિશનરપદેથી તેમની બદલી કરી દેવાઈ હતી.

પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો રાખવાને લઈને ધરપકડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સીધા ગૃહ મંત્રી દેશમુખના સંપર્કમાં હતા. તેમણે કહ્યું હતું કે દેશમુખે ફેબ્રુઆરીમાં પોતાના ઘરે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યૂનિટના એપીઆઈ વાઝે અને એસીપી સંજય પાટિલ સાથે મિટિંગ કરી હતી. તેમને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે કહ્યું હતું.

મહાવિકાસ અઘાડીના નેતાઓ આ પ્રકારની કોઈ બેઠક ન થઈ હોવાનો દાવો કરી રહ્યા છે. પરમબીર સિંહે પોતાની અરજીમાં એ પણ માંગ કરી છે કે અનિલ દેશમુખના ઘરના સીસીટીવી ફુટેજ જપ્ત કરવામાં આવે. 

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અનિલ દેશમુખ ગૃહ મંત્રી પદ પર રહેત સતત અવૈધ ગતિવિધઓમાં સામેલ હતા. ગત વર્ષે ઓગસ્ટમાં એખ ફોન ઈન્ટરસેપ્ટના માધ્યમથી સ્ટેટ ઈન્ટેલિજન્સની કમિશનર રશ્મિ શુક્લાને ખબર પડી કે દેશમુખ ટ્રાન્સફર/પોસ્ટિંગમાં ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે. તેમણે ડીજીપી અને ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરીને આ જાણકારી આપી. બાદમાં તેમને તેના પદ પરથી દૂર કરી કેંદ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હતા.

પરમબીસ સિંહે કહ્યું કે તેમણે અનિલ દેશમુખના જૂનિયર પોલીસ અધિકારીઓને સીધા મળવાનું અને તેમની પાસેથી પૈસા વસૂલવાની જાણકારી મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને બીજા વરિષ્ઠ નેતાઓને આપી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક પોલીસ કમિશનરના પદ પરથી હટાવી ડીજી હોમગાર્ડના પદ પર મોકલવામાં આવ્યા હતા. તેમની બદલીનો એન્ટીલિયા વિસ્ફોટક મામલે કોઈ સીધો સંબંધ નથી. તેમની બદલી સાચુ બોલવાના કારણે કરવામાં આવી છે. આ બદલી પર રોક લાગવી જોઈએ. તેમને પોલીસ કમિશનરના પદ પર 2 વર્ષનો કાર્યકાળ પૂરો નથી કરવામાં દેવામાં આવ્યો. આવું કરવું 2013ના ટીએસઆર સુબ્રમણ્યમ કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ઉલ્લંધન છે.

આજે જ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેસની તપાસ રાજ્ય સરકારને ન સોંપવામાં આવે. ગૃહ મંત્રીના પદ પર રહેલા અનિલ દેશમુખ તપાસને પ્રભાવિત કરશે. આ કેસની યોગ્ય તપાસ માટે સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓન સારવાર દરમિયાન મોત થયા
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?
Financial Deadlines: વર્ષના અંત પહેલા આ કામ પતાવી લેજો, નહીં તો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે
Financial Deadlines: વર્ષના અંત પહેલા આ કામ પતાવી લેજો, નહીં તો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્દી પર દારૂનો દાગ?Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈનો બાપવડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલSurat News: સુરત મનપાની બેદરકારી નિર્દોષોનો લઈ શકે છે જીવ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓન સારવાર દરમિયાન મોત થયા
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?
Financial Deadlines: વર્ષના અંત પહેલા આ કામ પતાવી લેજો, નહીં તો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે
Financial Deadlines: વર્ષના અંત પહેલા આ કામ પતાવી લેજો, નહીં તો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે
Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની
Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Embed widget