શોધખોળ કરો

Hanuman Jayanti : અમિત શાહ આકરા પાણીએ, હનુમાન જ્યંતિએ છમકલુ કરનારની ખેર નહીં

કેન્દ્રીય ગૃહમંત્રાલયે તહેવારને લઈને જાહેર કરી એડવાઈઝરી

MHA Advisory For Hanuman Jayanti: રામનવમીની ઉજવણી પ્રસંગે ગુજરાત સહિત દેશના જુદા જુદા 6 રાજ્યોમાં થયેલા કોમી રમખાણોને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હનુમાન જ્યંતિની ઉજવણીને લઈને સતર્ક બન્યું છે. ગૃહ મંત્રાલયે અગમચેતી પગલા ભરતા અને આકરૂ વલણ દાખવતા હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી દીધી છે. જેને અંતર્ગત રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. 6 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાશે.

રામનવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હિંસા થઈ હોવાથી કેન્દ્ર સરકાર પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેથી જ તમામ રાજ્યોને તહેવાર દરમિયાન કડક તકેદારી રાખવા માટે પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. આ વખતે કેન્દ્ર કોઈ જ તોફાન કે ઉન્માદ સાંખી નહીં લે.

પશ્ચિમ બંગાળ અને બિહારમાં હિંસા

રામનવમી પર શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસા હજુ અટકવાનું નામ નથી લઈ રહી. તેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના હુગલીમાં જોવા મળી હતી. અત્યારે પણ પશ્ચિમ બંગાળ અને બિહારના શહેરોમાં હિંસાની આગ ફરી ફરી રહી છે.

કલકત્તા હાઈકોર્ટનો આદેશ

બીજી તરફ કલકત્તા હાઈકોર્ટે પણ બુધવારે (5 એપ્રિલ) હનુમાન જયંતિને લઈને આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કેન્દ્ર સરકાર પાસેથી અર્ધસૈનિક દળો માંગવા કહ્યું છે. જો રાજ્યમાં પોલીસ દળ પૂરતું ન હોય તો તમે અર્ધલશ્કરી દળની મદદ લઈ શકો છો. છેવટે, અમે અમારા નાગરિકોની સલામતી ઇચ્છીએ છીએ.

દિલ્હીમાં જન્મજયંતિ પહેલા ફ્લેગ માર્ચ

જ્યારે દિલ્હીમાં હનુમાન જયંતિના એક દિવસ પહેલા દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય જૂથને 6 એપ્રિલે હનુમાન જયંતિ પર જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી હતી.

Amit Shah: ...તો દંગાખોરોને ઉંધા લટકાવીને સીધા કરી નાખીશું, અમિત શાહની ખુલ્લી ચેતવણી

Amit Shah Rally in Nawada : કેન્દ્રીય મંત્રી અમિત શાહે બિહારમાં ભડકેલી હિંસાને લઈને આકરૂ વલણ દાખવ્યું હતું. બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું હતું કે, વર્ષ 2024માં યોજાનારી બિહારમાં ભાજપને તમામ 40 બેઠકો પર જીત અપાવો પછી 2025ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં ભાજપને સંપૂર્ણ બહુમતી આપો. ત્યાર બાદ ઉંધા લટકેલા તોફાનીને સીધા કરવાની કામગીરી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ નવાદા જિલ્લાના હિસુઆ શહેરમાં સ્થિત ઇન્ટર સ્કૂલમાં વિશાળ જાહેર સભા કરવા પહોંચ્યા હતા. મંચ પર પહોંચીને તેમણે સૌપ્રથમ સમ્રાટ અશોકના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મંચ પર પહોંચતા જ પાર્ટીના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget