Hijab Row: હિજાબ મામલા પર તત્કાળ સુનાવણી કરવાનો SCનો ઇનકાર, કહ્યુ- આ કેસને પરીક્ષા સાથે કોઇ સંબંધ નથી
કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની છૂટ આપવાની અરજીને ફગાવી દીધા બાદ અનેક મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં બેસવાનો ઈન્કાર કરી દીધો હતો
સુપ્રીમ કોર્ટે કર્ણાટક હિજાબ કેસની તત્કાળ સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરનાર વિદ્યાર્થીનીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશને કારણે પરીક્ષામાં મુશ્કેલી આવી રહી છે. સાથે જ ચીફ જસ્ટિસે કહ્યું કે આ કેસને પરીક્ષા સાથે કોઈ લેવાદેવા નથી.
Exams have nothing to do with Hijab: SC on petition challenging K'taka HC order
Read @ANI Story | https://t.co/k6jka46Hcs#HijabRow #supremecourtofindia pic.twitter.com/wOk0E3zfYB— ANI Digital (@ani_digital) March 24, 2022
કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની છૂટ આપવાની અરજીને ફગાવી દીધા બાદ અનેક મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં બેસવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અંગે કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું હતું કે જે વિદ્યાર્થિનીઓ પરીક્ષામાં નહીં બેસે તેમના માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં. પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે આવો કોઈ નિયમ નથી.
નાગેશે કહ્યું, 'કોર્ટે જે કહ્યું છે તેનું અમે પાલન કરીશું. પરીક્ષામાં ગેરહાજરી એ મુખ્ય પરિબળ હશે, કારણ નહીં, પછી ભલે તે હિજાબ વિવાદ, નાદુરસ્ત તબિયત, હાજરી આપી શકવાની અસમર્થતા અથવા પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી ન હોવાના કારણે હોય. અંતિમ પરીક્ષામાં ગેરહાજરી એટલે ગેરહાજરી અને ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં.હિજાબ પર ચુકાદો આપનારા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત ત્રણ ન્યાયાધીશોના જીવને ખતરાને જોતા તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.
શું હતો હાઈકોર્ટનો નિર્ણય
કર્ણાટક હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે હિજાબ એ ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા નથી અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા વર્ગોમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની અરજીઓને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે ઉડુપીની 'ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજ'ની મુસ્લિમ વિદ્યાર્થીનીઓના એક વિભાગની અરજીને ફગાવી દીધી હતી, જેમાં વર્ગમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે સ્કૂલ ડ્રેસનો નિયમ વાજબી અને બંધારણીય રીતે માન્ય છે, જેના પર વિદ્યાર્થીનીઓ વાંધો ઉઠાવી શકે નહીં.

