શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હિમાચલ પ્રદેશના કિલોંગમાં માઈનસ 17.6 ડિગ્રી, 12 વર્ષનો રેકોર્ડ તુટ્યો
કિલોંગમાં અગાઉ 31મી જાન્યુઆરી, 2008ના રોજ માઈનસ 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
શિમલા: સમગ્ર દેશમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્ચારમાં બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લાના કિલોંગમાં ઠંડીએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં તાપમાન માઈનસ 17.6 ડિગ્રી નોંધાયું હતું.દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં તાપમાન વધુ નીચે જશે અને ઠંડી વધશે.
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લાના કિલોંગમાં લોકોએ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઠંડી રાતનો અનુભવ કર્યો હતો. અહીં તાપમાન માઈનસ 17.6 ડિગ્રી નોંધાયું હતું. કિલોંગમાં અગાઉ 31મી જાન્યુઆરી, 2008ના રોજ માઈનસ 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે જણાવ્યું હતું કે લાહૌલ સ્પિતિમાં એક ગર્ભવતી મહિલા સહિત ફસાયેલા 66 લોકોને એર લિફ્ટ કરી કુલુ ખાતે ખસેડાયા હતા. શિમલામાં હવામાન વિભાગે 13થી 16 જાન્યુઆરી સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી છે. રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી નીચું રહ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં તાપમાન માઈનસ 14.3 ડિગ્રી જ્યારે ગુલમર્ગમાં માઈનસ 13 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી હતું. ઉત્તરાખંડના કેટલાક પર્વતીય વિસ્તારોમાં વરસાદ પડયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion