શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Independence Day 2024: સ્વતંત્રતા દિવસની થીમ અને ઈતિહાસ, જાણો ભારત કઈ રીતે ઉજવશે સ્વતંત્રતા દિવસ 

ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ 'વિકસીત ભારત' પર ધ્યાન કેન્દ્રિત કરતા ઉજવશે. આ વર્ષની થીમ સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરીને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની યાત્રા પર ભાર મૂકે છે. 

ભારતમાં સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ 1947ની ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે જ્યારે ભારતે લગભગ બે સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી. આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી. જેમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓનો સમાવેશ થતો હતો, જેમણે અહિંસક વિરોધ અને સવિનય અસહકારથી માંડીને મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળ, ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સુધી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.

સ્વતંત્રતા દિવસ 2024 થીમ 

ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ 'વિકસીત ભારત' પર ધ્યાન કેન્દ્રિત કરતા ઉજવશે. સરકારના વિઝનને અનુરુપ, આ વર્ષની થીમ સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરીને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની યાત્રા પર ભાર મૂકે છે. 

સ્વતંત્રતા દિવસનો ઈતિહાસ

બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની 1600ના દશકની શરુઆતમાં વેપારના ઉદેશ્ય સાથે ભારતમાં આવી હતી, પરંતુ ધીમે ધીમે તેણે ભારતીય ઉપમહાદ્વીપ પર પોતાનો પ્રભાવ અને નિયંત્રણ વધાર્યું હતું. 

1757માં પ્લાસીની લડાઈ બાદ, કંપનીએ પોતાનું શાસન સ્થાપિત કરવાનું શરુ કર્યું, જેનાથી વ્યાપક પ્રમાણમાં શોષણ અને ઉત્પીડન થયું. 

19મી સદીના મધ્ય સુધી, બ્રિટિશ ક્રાઉને પ્રત્યક્ષ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધુ હતું, 1857ના વિદ્રોહ બાદ 1858માં ઔપચારિક રુપથી બ્રિટિશ રાજની સ્થાપના થઈ, જેને ભારતીય સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ પણ કહેવામાં આવે છે. 

4 જૂલાઈ, 1974ના બ્રિટિશ હાઉસ ઓફ કોલોનિયલ્સમાં ભારતીય સ્વતંત્રતા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ, 1947ના 200 વર્ષો બાદ બ્રિટિશ પ્રભુત્વ સમાપ્ત થયું.  

અંગ્રેજોએ 18 જુલાઈ, 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ લાગૂ કર્યો  અને આ સમગ્ર અધિનિયમ ભારતીય સ્વતંત્રતા ચળવળનું કારણ બન્યો, જે લાંબા સમય સુધી સક્રિય રહ્યો. 

જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મુહમ્મદ અલી ઝીણા સહિત બ્રિટિશ સરકાર અને ભારતીય નેતાઓ વચ્ચેની વાટાઘાટોએ દેશને બે અલગ રાષ્ટ્રોમાં વિભાજીત કરવાનો નિર્ણય લીધો: ભારત અને પાકિસ્તાન. આનો હેતુ મુસ્લિમો માટે અલગ રાજ્ય માટે જિન્નાની આગેવાની હેઠળની મુસ્લિમ લીગની માંગણીઓને સંતોષવાનો હતો.

15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને સત્તાવાર રીતે આઝાદી મળી. સત્તાનું હસ્તાંતરણ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને  સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ભાષણ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જેને  "ટ્રિસ્ટ વીથ  ડેસ્ટિની" ભાષણ તરીકે ઓળખવામાં આવે છે.  આ દિવસે ભારત અને પાકિસ્તાનમાં ઉપખંડનું વિભાજન થયું,   જેનાથી મહત્વપૂર્ણ વસ્તીવિષયક પરિવર્તન અને સાંપ્રદાયિક હિંસા થઈ. 

સ્વતંત્રતા દિવસનું મહત્વ 

સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા માટેના લાંબા અને કઠોર સંઘર્ષની યાદમાં ઉજવે છે, જેની વિશેષતા ભારતીય જનતાના વ્યાપક એકત્રીકરણ, મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળના અહિંસક પ્રતિરોધ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા અસંખ્ય બલિદાન દ્વારા વર્ગીકૃત થયેલ છે.

તેણે ભારતને એક લોકશાહી ગણરાજ્યના રુપમાં સ્થાપિત કર્યું.  તેણે લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર ભાર મૂકતા "લોકોની, લોકો દ્વારા, લોકો માટે" સરકારનો પાયો નાખ્યો.

સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે. 
   
ભારત સ્વતંત્રતા દિવસ કઈ રીતે ઉજવે છે

આમ તો 15 ઓગસ્ટ રાષ્ટ્રીય રજા હોવા છતાં, દેશભક્તિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દેશભરમાં કરવામાં આવે છે. આ ઉત્સવ આધિકારીક અને સાર્વજનિક બંને રીતે ઉજવાય , જેમાં વિવિધ સમારંભો, કાર્યક્રમો અને રાષ્ટ્રીય ગૌરવના પ્રદર્શનનો સમાવેશ થાય છે.

મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર યોજાય છે. વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે, પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, સરકારની યોજનાઓ રજૂ કરે છે અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલLimbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલAhmedabad Hit And Run CCTV : અમદાવાદમાં બેફામ દોડતી કારે 2 સાયકલિસ્ટને લીધા અડફેટે, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Maharashtra Election Results 2024: મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેટલો ખર્ચ થાય છે? અહીં જુઓ સંપૂર્ણ યાદી
આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેટલો ખર્ચ થાય છે? અહીં જુઓ સંપૂર્ણ યાદી
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Embed widget