IndiGo Flightમાં ફરી એકવાર છેડતીની ઘટના, મહિલા સૂઇ ગઇ તો પાસે બેસેલા શખ્સે કર્યા અડપલાં ને પછી......
પીડિત મહિલા મુસાફરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે ફ્લાઇટમાં આરામથી સૂઇ રહી હતી. તે દરમિયાન મેં મારી આંખો બંધ કરી દીધી
IndiGo Flight Molestation: છેલ્લા કેટલાક મહિનાઓથી ફ્લાઇટમાં છેડછાડના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યાં. હવે એક વધુ એક તાજા કિસ્સાએ બધાને હેરાન કરી દીધા છે. મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં એક મહિલાની છેડતી થઈ હતી. પીડિત મહિલા મુસાફરનો આરોપ છે કે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ તેને અડપલાં કર્યા અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં તે વ્યક્તિ તેની નજીક પણ આવ્યો, જેના પછી મહિલા પેસેન્જરે એલાર્મ લગાવ્યું. આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિત મહિલા મુસાફરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે ફ્લાઇટમાં આરામથી સૂઇ રહી હતી. તે દરમિયાન મેં મારી આંખો બંધ કરી દીધી. થોડા સમય પછી તેણે જોયું કે સીટ પરની આર્મરેસ્ટ ઉંચી હતી, જેના પર મહિલાએ પહેલા કંઈ કહ્યું નહીં. જોકે, મહિલા પેસેન્જરને ચોક્કસપણે શંકા હતી કે કંઈક ખોટું છે.
પીડિતાએ ફરિયાદમાં કહી આ વાત -
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'મેં ફરીથી સૂવા જેવું વર્તન કર્યું અને મારી આંખો બંધ કરી દીધી. આ પછી ખ્યાલ આવ્યો કે મારી બાજુમાં બેઠેલા વ્યક્તિએ હાથની આર્મરેસ્ટ ઉંચી કરી હતી, અને તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટલું જ નહીં તે વ્યક્તિ નજીક પણ આવી ગયો હતો.
આ આખી ઘટના બાદ મહિલાએ ફ્લાઈટમાં બૂમો પાડવાનું શરૂ કર્યું, ત્યારબાદ ફ્લાઈટ એટેન્ડન્ટ તેની પાસે દોડી આવી. આ બૂમોના કારણે નજીકમાં બેઠેલા તમામ મુસાફરો પણ જાગી ગયા. મહિલા મુસાફરે ફ્લાઈટના કૉચને આખી ઘટના જણાવી. બાદમાં આરોપીએ પણ ડરના માર્યા માફી માંગવાનું શરૂ કર્યું હતું.
મામલા બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે ફ્લાઈટમાં આવી ઘટના સાંભળવામાં આવી હોય. છેલ્લા ત્રણ મહિનામાં છેડતીનો આ પાંચમો કેસ છે.
An FIR has been registered against a man accused of groping a female passenger on board a #Mumbai-Guwahati #IndiGo flight, an airline spokesperson said. pic.twitter.com/4vmQwMWgVX
— IANS (@ians_india) September 11, 2023
-