મ્યુકોરમાઇકોસિસની બીમારી મુદ્દે એમ્સના ડોક્ટર નિર્દેશક ડો.ગુલેરિયાએ જણાવી મહત્વની આ વાત, જાણો શું કહ્યું?
દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરની રણદિપ ગુલેરિયાએ કહ્યું કે,ફંગસ ઇન્ફેકશને જુદા જુદા રંગોથી ઓળખવું ઉચિત નથી.
![મ્યુકોરમાઇકોસિસની બીમારી મુદ્દે એમ્સના ડોક્ટર નિર્દેશક ડો.ગુલેરિયાએ જણાવી મહત્વની આ વાત, જાણો શું કહ્યું? lack of immunity is the main reason for black fungus what said about mycormycorsis doctor guleriya મ્યુકોરમાઇકોસિસની બીમારી મુદ્દે એમ્સના ડોક્ટર નિર્દેશક ડો.ગુલેરિયાએ જણાવી મહત્વની આ વાત, જાણો શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/25/54592cc43184e46b398a297767de8fe8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દેશેમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરની રણદિપ ગુલેરિયાએ કહ્યું કે,. ફંગસ ઇન્ફેકશના રોગથી થતી બીમારીની વાત કરી તો જુદા જુદા રંગોથી તેની ઓળખ કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, આ સંક્રમણને બ્લેક, ફંગસ, વ્હાઇટ ફંગસ અને યેલો ફંગસનું નામ આપવું ઠીક નથી. એક જ ફંગસની ઓળખ અલગ અલગ રંગોથી કરવાથી ભ્રમ પેદા થાય છે. તેમણે એવું પણ જણાવ્યું કે હજું તેના કોઇ પ્રમાણ નથી મળ્યાં કે ઓક્સિજન સિલિન્ડરથી ફંગસનું સંક્રમણ થઇ રહ્યું છે. હોમ આઇલોસેલટમાં ઓક્સિજન સપોર્ટ વિના રહેલા દર્દીઓમાં પણ આ રોગ જોવા મળી રહ્યો છે.
ફંગસથી થતી બીમારી વિશે જાણકારી આપતા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, આ બીમારી કોરોનાની જેમ ચેપી નથી. તેમણે કહ્યું કે, સ્વચ્છતા રાખો. ઉકાળેલીને ઠંડુ કરેલું ંપાણી પીઓ. ગળામાં દુખાવો, ચહેરા પર સંવેદના ઓછી થઇ જવી, પેટમાં દુખાવો તેના લક્ષણો છે. ઇલાજ ઝડપથી કરવામાં આવે તો નુકસાનથી બચી શકાય છે. તેમણે કહ્યું કે મ્યુકોરમાઇકોસિસનું મુખ્ય કારણ લો ઇમ્યુનિટી છે.
દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરની રણદિપ ગુલેરિયાએ કહ્યું કે,. આપણે કોવિડની પહેલી અને બીજી લહેરમાં જોયું કે, બાળકો ઓછા સંક્રમિત થાય છે. તો હવે એવું કહેવું મુશ્કેલ છે કે, ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, માત્ર લો ઇમ્યુનિટી ધરાવાતાં લોકો જ બ્લેક ફંગસ, કેડિડા અને એસ્પોરોજેનસ સંક્રમણથી સંક્રમિત થાય છે. આ ફંગસ મુખ્ય રીતે આંખ, નાકની આપપાસ જોવા મળે છે અને તેનું સંક્રમણ બ્રેઇન સુધી પહોંચી શકે છે. કેટલાક કેસમાં તો ફેફસા પણ સંક્રમિત થઇ શકે છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, કોવિડમાં ક્રોનિક ફેટિગ સિડ્રોમ જોઇ શકાય છે. જેમાં સિફોમેટિક ઇલાજની આવશ્યકતા રહે છે. સોશિયલ મીડિયામાં બ્રેઇન ફોગ નામે જાણીતું એક બીજું લક્ષણ છે. જેને કોવિડમાં જોવા મળે છે. જેમાં ડિપ્રેશન અને અનિદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. તેમણે કહ્યું કે, કોવિડ બાદ કેટલાક લક્ષણો જાવો મળે છે. જે 12 સપ્તાહ સુધી જોવા મળે છે. જેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, હજું સુધી એવો કોઇ ડેટા નથી જોવા મળ્યો કે વાયરસ જાનવરથી મનુષ્યમાં જોવા મળ્યો પરંતુ મનુષ્યથી જાનવરમાં ફેલાયો છે. પહેલી લહેર દરમિયાન ન્યુયોર્કના એક ચીડિયાઘરમાં આ વાયરસનું સંક્રમણ બર્ડમાં જોવા મળ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)