શોધખોળ કરો

Covid-19: દેશના આ મોટા રાજ્યમાં સ્કૂલ-કૉલેજો અને વેપાર-ધંધા આવતીકાલથી બંધ કરવા મુખ્યમંત્રીનો આદેશ, જાણો વિગતે

આવતીકાલથી રાજ્યમાં સ્પા, બ્યૂટી પાર્લર, ઝૂ, એન્ટરટેન્ટમેન્ટ પાર્ક વગેરેને બંધ કરવાનો આદેશ અપાયો છે,

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૉવિડ-19 પ્રૉટોકૉલને વધુ કડક કરતા આવતીકાલથી મોટાભાગના ધંધા રોજગાર અને શાળા કૉલેજોને બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે. કોરોના મહામારીને ફરી એકવાર કાબુ કરવા માટે મમતા બેનર્જીએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

પશ્ચિમ બંગાળમાં નવી ગાઇડ લાઇન પ્રમાણે, હવે આવતીકાલથી રાજ્યમાં સ્કૂલ-કૉલેજોને સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત રાજ્યમાં ધંધા રોજગાર પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, આવતીકાલથી રાજ્યમાં સ્પા, બ્યૂટી પાર્લર, ઝૂ, એન્ટરટેન્ટમેન્ટ પાર્ક વગેરેને બંધ કરવાનો આદેશ અપાયો છે, એટલુ જ નહીં ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા માટેની નવી ગાઇડલાઇન આપવામાં આવી છે. રાજ્યમાં માસ્ક અને સેનિટાઇઝર સાથે સોશ્યલ ડિસ્ટન્સને કડક કરી દેવામાં આવ્યુ છે.  

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, જેના કારણે મમતા બેનર્જીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં કોરોનાએ ટેન્શન વધારી દીધુ છે. શનિવારે કોરોના સંક્રમિણના એકાએક 4,512 કેસો સામે આવતા લોકોમાં ગભરાટ પેસી ગયો છે, જે આગળના દિવસની સરખામણીમાં 1,061 કેસો વધુ છે. 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં 2,398 કોરોના સંક્રમણના નવા કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં શુક્રવારે 3,451 કેસો સામે આવ્યા હતા. જેમાં કોલકત્તામાંથી 1,954 કેસો હતા. મહામારીથી મરનારાઓમાં કોલકત્તા તથા ઉત્તર 24 પરગણામાંથી બે-બે લોકો છે. રાજ્યમાં સંક્રમણનો રેટ છેલ્લા દિવસોમાં 8.46 ટકાથી વધીને 12.02 ટકા થઇ ગયો છે. રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગના એક બુલેટીન અનુસાર, કોલકત્તા બાદ ઉત્તર 24 પરણાનામાંથી સર્વાધિક કેસો સામે આવ્યા છે, અને આ સંખ્યા 688 છે, જે છેલ્લા દિવસો કરતા 496 થી વધુ છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રિપોર્ટ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આને લઇને આજે લૉકડાઉન લાદવાની જાહેરાત કરી શકે છે, કે પછી અમૂક પ્રકારના પ્રતિબંધો પણ લાગી શકે છે. 

પશ્ચિમ બંગાળમાં કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના બે વધુ કેસો સામે આવ્યા છે. જે પછી રાજ્યમાં આની કુલ સંખ્યા 16 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય અધિકારીએ બતાવ્યુ કે એક સંક્રમિત ઓડિશાથી આવ્યો જ્યારે એક અન્ય વ્યક્તિ રાજ્યના ઉત્તર 24 પરગના જિલ્ના પેટ્રૉપૉલમાં ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સીમ પર ઓમિક્રૉનથી સંક્રમિત નીકળ્યો હતો. 

આ પણ વાંચો..........

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ

નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget