વેન્ટિલેટર પર હોવા છતાં તમાકુ મસળી રહેલા કોરોના દર્દીનો વીડિયો થયો વાયરલ
આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકો તેના પર મજાક કરી રહ્યા છે તો કેટલાક આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર ફી વળી છે. ઓક્સિજનની કમીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીને બેડ નથી મળી રહ્યા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ ઓક્સિજન માસ્ક પહેરીને વેંટીલેટર પર સૂતા સૂતા તમાકુ ચોળતો નજરે પડી રહ્યો છે. તમાકુ અને દારુના બંધાણીઓ ગમે તે સ્થિતિમાં હોય પણ વ્યસન છોડવાનુ તેમના માટે મુ્શ્કેલ હોય છે. કોરોના કાળમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે તેવા સમયે તમાકુના એક બંધાણીનો વાયરલ થઈ રહેલો વીડિયો ભારે ચર્ચામાં છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, આ મહાશય વેન્ટિલેટર પર છે, ઓક્સિજ માસ્ક પહેરેલો છે અને ડોક્ટર તથા નર્સ તેની ટ્રિટમેન્ટ કરી રહ્યા છે અને તેવા સમયે પણ તેમનુ હાથથી તમાકુ મસળવાનુ ચાલુ છે.
આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકો તેના પર મજાક કરી રહ્યા છે તો કેટલાક આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.વેન્ટિલેટર પર હોવા છતા આસપાસના ડોક્ટર અને નર્સની પરવા કર્યા વગર દર્દી હાથમાં તમાકુ મસળતો નજરે પડી રહ્યો છે. એક આઈપીએસ અધિકારીએ વિડિયો પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, છોડેંગે ના હમ તેરા સાથ, હો સાથી મરતે દમ તક.....
કેટલાક યુઝર્સે લખ્યુ હતુ કે, આ તો તમાકુની આદત છે.. છુટવાની નથી. તો કેટલાકે આ દર્દીની મજાક ઉડાવતી કોમેન્ટો પોસ્ટ કરી હતી.
Gujarat Lockdown: ઉત્તર ગુજરાતના વધુ એક મોટા શહેરમાં મંગળવારથી થશે સ્વયંભૂ તાળાબંધી
સૌરાષ્ટ્રથી સુરત જાવ છો ? પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર...........