શોધખોળ કરો

Manish Sisodia: સરકારી બંગલો ખાલી કર્યા બાદ આ ક્રિકેટરના ઘરે રહેવા ગયા મનિષ સિસોદિયા

Manish Sisodia: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા(Manish Sisodia)એ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે.

Manish Sisodia: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા(Manish Sisodia)એ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. સરકારી આવાસ ખાલી કર્યા બાદ સિસોદિયા તેમના પરિવાર સાથે AAP સાંસદ હરભજન સિંહના બંગલા 32, રાજેન્દ્ર પ્રસાદ રોડ પર શિફ્ટ થયા છે. આ બંગલો AAP સાંસદ અને પૂર્વ ક્રિકેટર સિંહના નામે ફાળવવામાં આવ્યો છે. અત્યાર સુધી સિસોદિયા એબી-17માં રહેતા હતા, જે સીએમ આતિશીના નામે ફાળવવામાં આવ્યો છે. 

વાસ્તવમાં, દિલ્હીમાં દારૂ નીતિ કૌભાંડના આરોપોમાં ઘેરાયેલા મનીષ સિસોદિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, શિક્ષણ મંત્રાલયની કમાન વર્તમાન સીએમ આતિશીને આપવામાં આવી હતી. આતિશીને શિક્ષણ મંત્રાલયની કમાન મળ્યા બાદ દિલ્હી સરકારે તેમને સિસોદિયાનો સરકારી બંગલો પણ ફાળવ્યો હતો.

જો કે, આતિશીએ ત્યારે કહ્યું હતું કે, સિસોદિયાની પત્ની બીમાર છે, તેથી આતિશી ઈચ્છે છે કે તેનો પરિવાર પહેલાની જેમ જ ઘરમાં રહે. ત્યારથી સિસોદિયાનો પરિવાર એ જ જૂના સરનામે રહેતો હતો. ત્યારથી આતિશી તેના ખાનગી આવાસમાં રહેતી હતી. હવે આતિશીના સીએમ બન્યા બાદ તેમને સીએમ આવાસ ફાળવવામાં આવશે, આવી સ્થિતિમાં જૂના આવાસમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવશે. તેથી મનીષ સિસોદિયાએ આ ઘર ખાલી કર્યું છે.

અરવિંદ કેજરીવાલ આવતીકાલે પોતાનો બંગલો ખાલી કરશે
 
તમને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતીકાલે (4 ઓક્ટોબર) પોતાનો સરકારી બંગલો ખાલી કરવા જઈ રહ્યા છે. સરકારી આવાસ છોડ્યા બાદ કેજરીવાલ અને તેમનો પરિવાર 5, ફિરોઝશાહ રોડ પર શિફ્ટ થવા જઈ રહ્યા છે. AAP કન્વીનર પાર્ટી સાંસદ અશોક મિત્તલના બંગલે રોકાશે.

પહેલા જ સરકારી બંગલો ખાલી કરવાની જાહેરાત કરી હતી 

તમને જણાવી દઈએ કે, AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી અત્યાર સુધી તેમણે સિવિલ લાઇન્સમાં 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું નથી. જો કે તેણે પહેલા જ સરકારી બંગલો ખાલી કરવાની જાહેરાત કરી દીધી હતી.

આ પણ વાંચો...

'સુંદર છોકરીઓ ખેડૂતોના દીકરાઓ સાથે લગ્ન નથી કરતી',જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

ABP Premium

વિડિઓઝ

BZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp AsmitaGST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ

Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

Embed widget