મોદી સરકારે 27 માર્ચ સુધી દેશભરમાં ભારત બંધની કરી જાહેરાત ? મોદી સરકારે શું કહ્યું ? જાણો મહત્વની વિગત
સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 માર્ચથી આગામી 7 દિવસ માટે દેશભરમાં ભારત બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ શું ફરીથી શાળા-કોલેજોને તાળાબંધી કરવામાં આવશે? 9 કલાક બાદ ભારત 7 દિવસ માટે બંધ! PM મોદીની બેઠકમાં આખરી નિર્ણય! દેશમાં આજકાલ ફેક ન્યૂઝ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના પર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે કયા સમાચાર સાચા છે અને કયા ખોટા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 માર્ચથી આગામી 7 દિવસ માટે દેશભરમાં ભારત બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણો શું છે સત્ય?
PIB (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો) ફેક્ટ ચેક ટીમ, જે 21 માર્ચથી ભારત બંધના વાયરલ મેસેજ અંગે સરકાર માટે તથ્યો અને ભ્રામક સંદેશાઓની તપાસ કરી રહી છે, તેણે સાચી માહિતી શેર કરી છે. PIB ફેક્ટ ચેક ટીમે ટ્વીટ કર્યું કે, 'એક નકલી તસવીરનો દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 માર્ચથી આગામી 7 દિવસ માટે દેશભરમાં ભારત બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. PIBFactCheck - આ દાવો ખોટો છે, ભારત બંધનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. PIBએ વાયરલ ફેક તસવીર અંગે એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે ભારત બંધનો નિર્ણય લીધો નથી.
एक फर्जी तस्वीर में दावा किया जा रहा है कि 21 मार्च से अगले 7 दिनों तक पूरे देश में भारत बंद का फैसला लिया गया है#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 21, 2022
▶️ यह दावा फर्जी है
▶️ केंद्र सरकार द्वारा भारत बंद का फैसला नहीं लिया गया है
जुड़ें हमारे #telegram चैनल से
🔗https://t.co/zxufu1aRNO pic.twitter.com/g390CVhdoo
જાણો PIB ફેક્ટ ચેક શું છે અને તમે વાયરલ મેસેજની તપાસ કેવી રીતે કરાવી શકો છો
તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ ફેક મેસેજ અથવા પોસ્ટને બહાર લાવે છે અને તેનું ખંડન કરે છે. તે સરકારી નીતિઓ અને યોજનાઓની ખોટી માહિતીનું સત્ય બહાર લાવે છે, જો તમે પણ કોઈ વાયરલ મેસેજની સત્યતા જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.