Murshidabad Violence: મુર્શિદાબાદના રેજિનગરમાં તણાવ, પ્રદર્શનકારીઓ પથ્થરમારો કર્યો, પોલીસે ટીયર ગેસ છોડ્યા
રાષ્ટ્રીય રાજમાર્ગ 34 પર અત્યાર સુધી બેલડાંગાથી રેજિનગરની વચ્ચે ટ્રાફિક એકદમ જામ કરી દેવામાં આવ્યો છે.વળી બીજીબાજુ બંગાળના રાજ્યપાલે શાંતિ જાળવી રાખવીનો સંદેશ આપ્યો છે,
Fresh Violcence in Murshidabad: પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદના રેજિનગર (Murshidabad Violcence)માં તે સમયે તણાવ ફેલાઇ ગયો, જ્યારે પોલીસે પેગમ્બર મોહમ્મદ (Prophet Muhammad Remarks Protest)ના મુદ્દા પર વિરોધ રેલીનુ આયોજન કરી રહેલી ભીડને હટાવવા માટે કોશિશ કરી. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઇ ગઇ, જ્યારે પોલીસે ટીયર ગેસ છોડ્યા, જવાબમાં પ્રદર્શનકારીઓએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો હતો. કથિત રીતે પોલીસ પર બમ પણ ફેંકવામાં આવ્યા.
રાષ્ટ્રીય રાજમાર્ગ 34 પર અત્યાર સુધી બેલડાંગાથી રેજિનગરની વચ્ચે ટ્રાફિક એકદમ જામ કરી દેવામાં આવ્યો છે.વળી બીજીબાજુ બંગાળના રાજ્યપાલે શાંતિ જાળવી રાખવીનો સંદેશ આપ્યો છે, અને રાજ્ય પ્રશાસનથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનુ કહ્યું છે.
પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે હાવડા હિંસા બાદ ભ્રામક માહિતા પ્રસારને રોકવા માટે મુર્શિદાબાદ જિલ્લાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓને 14 જૂન સુધી ઠપ્પ કરી દીધી છે. જ્યાં પહેલાથી આ પ્રકારની પાબંદીઓ લાગુ છે.
એક આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, બેલડાંગા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલડાંગા 1 બ્લૉક અને રજીનગર અને શક્તિપુર પોલીસ સ્ટેશન વિસ્તારને કવર કરનારા બેલડાંગા 2 બ્લૉકમાં ઇન્ટરનેટ સેવાઓ 14 જૂને સવારે છ વાગ્યા સુધી ઠપ્પ કરી દેવામાં આવી છે. આખા હાવડા જિલ્લામાં 13 જૂન સુધી ઇન્ટરનેટ સેવાઓને સસ્પેડ કરી દેવામાં આવી છે, અને 15 જૂન સુધી ઉલુબેરિયા, ડોમજૂર અને પંચલા જેવા કેટલાય વિસ્તારોમાં દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો......
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ
Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન
ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા