Monkeypox Suspected Dies: કેરળમાં મંકીપોક્સના લક્ષણો ધરાવતા UAEથી પરત ફરેલા દર્દીનું મોત, તપાસના આદેશ
સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) એ કહ્યું કે તેમના સેમ્પલનો રિપોર્ટ હજુ આવ્યો નથી. તેમણે કહ્યું કે દર્દી યુવાન હતો અને તેને અન્ય કોઈ બીમારી કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નહોતી.
Monkeypox Death Kerala: કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે (Kerala Health Minister Veena George)રવિવારે જણાવ્યું હતું કે તેઓ 22 વર્ષીય યુવકના મૃત્યુના કારણની તપાસ કરશે જે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)થી પરત ફર્યો હતો અને એક દિવસ અગાઉ કથિત રીતે મંકીપોક્સ(Monkeypox)ના કારણે તેનું મોત થયું છે. સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) એ કહ્યું કે તેમના સેમ્પલનો રિપોર્ટ હજુ આવ્યો નથી. તેમણે કહ્યું કે દર્દી યુવાન હતો અને તેને અન્ય કોઈ બીમારી કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નહોતી, તેથી આરોગ્ય વિભાગ તેના મૃત્યુનું કારણ શોધી રહ્યું છે.
વીણા જ્યોર્જે કહ્યું કે 21 જુલાઈએ યુએઈથી આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં વિલંબ કેમ થયો તેની તપાસ કરવામાં આવશે. મંત્રીએ મીડિયાને કહ્યું, “આ ખાસ પ્રકારનો મંકીપોક્સ કોવિડ-19 જેવા ઉચ્ચ સ્તરે ચેપી નથી પરંતુ તે ફેલાય છે. સરખામણીમાં, આ પ્રકારના મંકીપોક્સથી મૃત્યુદર ઓછો છે. તેથી, અમે તપાસ કરીશું કે આ ખાસ કેસમાં 22 વર્ષીય વ્યક્તિનું કેમ મોત થયું તેને અન્ય કોઈ રોગ અથવા સ્વાસ્થ્ય સમસ્યા નહોતી."
તેમણે કહ્યું કે આ પ્રકારનો મંકીપોક્સ ફેલાતો હોવાથી તેને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. મંત્રીએ એમ પણ કહ્યું કે અન્ય દેશોમાંથી જ્યાં આ રોગની શોધ થઈ છે તેના ચોક્કસ પ્રકાર પર કોઈ અભ્યાસ ઉપલબ્ધ નથી અને તેથી કેરળ તેના પર અભ્યાસ કરી રહ્યું છે. 22 વર્ષીય વ્યક્તિનું શનિવારે સવારે કથિત રીતે થ્રિસુરની એક ખાનગી હોસ્પિટલમાં મંકીપોક્સના કારણે મૃત્યુ થયું હતું.
આ દરમિયાન તેમને મંકીપોક્સના લક્ષણો અને તેનાથી બચવા અંગેના ઉપાયો અંગે પણ વાત કરી. મંત્રી જ્યોર્જે એમ પણ કહ્યું કે કેરળમાં મંકીપોક્સને વધુ ફેલાતો અટકાવવા અને સારવાર માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.