શોધખોળ કરો
Advertisement
એક્ટર પવન કલ્યાણની પાર્ટીએ આંધ્રપ્રદેશમાં ભાજપ સાથે કરી ગઠબંધની જાહેરાત
આંધ્ર પ્રદેશ ભાજપના સહ પ્રભારી એસ દેવધરે કહ્યું કે,જન સેના વગર શરતે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.
આંધ્રપ્રદેશ: તેલુગુ ફિલ્મ અભિનેતામાંથી નેતા બનેલા પવન કલ્યાણની પાર્ટી જન સેનાએ ભાજપ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. પવન કલ્યાણે પાર્ટી સાથે બેઠક બાદ ગુરુવારે આ જાહેરાત કરી હતી. આંધ્ર પ્રદેશ ભાજપના સહ પ્રભારી એસ દેવધરે કહ્યું કે,જન સેના વગર શરતે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.
સીટોની વહેંચણી પર તેમણે કહ્યું કે ભાજપ આ અંગે સંસદીય બોર્ડના નિર્ણયથી કરશે અને તેમની કોઈ માંગ નથી. દેવધર આંધ્રપ્રદેશની ત્રણ રાજધાનીઓના નિર્ણય વિરુદ્ધ ભાજપ અને જન સેના પાર્ટી સાથે વિરોધ પ્રદર્શન કરશે.
આ પહેલા જન સેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ 13 જાન્યુઆરીએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તે સમયથી જ અટકળો ચાલી રહી હતી કે બન્ને પાર્ટીઓ આંધ્રપ્રદેશમાં ગઠબંધન કરી શકે છે.Pawan Kalyan's Jana Sena Party has announced alliance with Bharatiya Janata Party in Andhra Pradesh. pic.twitter.com/rqKxIvFLrY
— ANI (@ANI) January 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion