શોધખોળ કરો

આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત

PM Modi Macaulay speech: 2035માં મેકોલેના શિક્ષણને 200 વર્ષ પૂરા થશે, તે પહેલાં ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાનો વડાપ્રધાનનો સંકલ્પ.

PM Modi Macaulay speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત રામનાથ ગોએન્કા વ્યાખ્યાન દરમિયાન અંગ્રેજ અધિકારી થોમસ બેબિંગ્ટન મેકોલેની શિક્ષણ નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મેકોલેએ ભારતની પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને ધ્વસ્ત કરીને દેશમાં ગુલામીની માનસિકતાના બીજ રોપ્યા હતા, જેના પરિણામો દેશે સદીઓ સુધી ભોગવ્યા. પીએમ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે કે વર્ષ 2035 માં જ્યારે મેકોલેની શિક્ષણ પ્રણાલીના અમલીકરણને 200 વર્ષ પૂર્ણ થશે, તે પહેલાં આગામી 10 વર્ષમાં આપણે ભારતને આ હીન ભાવના અને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનો દ્રઢ સંકલ્પ લેવો પડશે.

'મેકોલેએ આપણો આત્મવિશ્વાસ તોડી નાખ્યો'

પીએમ મોદીએ ભારતીય ઇતિહાસના કાળા પ્રકરણને યાદ કરતા કહ્યું કે, ભારતની મૂળ શિક્ષણ પ્રણાલી કૌશલ્ય અને સંસ્કૃતિ પર આધારિત હતી, જે આપણને આપણા વારસા પર ગર્વ કરતા શીખવતી હતી. પરંતુ મેકોલેએ જાણીજોઈને ભારતની આ શિક્ષણ વ્યવસ્થાની કમર તોડી નાખવાનું કાવતરું ઘડ્યું અને તેમાં સફળ પણ થયા. તેમણે ભારતીયોમાં હીનતાની ભાવના (inferiority complex) પેદા કરી અને આપણો આત્મવિશ્વાસ તોડી નાખ્યો. એક જ ઝાટકે આપણી જીવનશૈલીને નકામી ગણાવી દેવામાં આવી અને એવું ઠસાવવામાં આવ્યું કે પ્રગતિ કરવા માટે વિદેશી પદ્ધતિઓ જ શ્રેષ્ઠ છે.

આઝાદી પછી પણ 'વિદેશી મોડેલ'નો મોહ

વડાપ્રધાને ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આઝાદી મળ્યા પછી પણ આ ગુલામીની માનસિકતા વધુ મજબૂત બની હતી. મહાત્મા ગાંધીએ જે 'સ્વદેશી' વિચારધારાને આઝાદીનો પાયો બનાવી હતી, તેને કાળક્રમે અપ્રસ્તુત કરી દેવામાં આવી. આપણે આપણા ગૌરવને ભૂલીને શાસન વ્યવસ્થાથી લઈને નવીનતા (Innovation) સુધી દરેક બાબતમાં વિદેશી મોડેલની નકલ કરવા લાગ્યા. આ માનસિકતાને કારણે જ દેશમાં આયાતી વિચારો, વસ્તુઓ અને સેવાઓને સ્વદેશી કરતા શ્રેષ્ઠ માનવાની વૃત્તિ ઉભી થઈ છે.

વારસા પ્રત્યેની ઉદાસીનતા

ઐતિહાસિક ધરોહર વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં જે દેશો પોતાના ઈતિહાસ અને વારસા પર ગર્વ કરે છે, ત્યાં જ પર્યટન ઉદ્યોગ ખીલે છે. પરંતુ ભારતમાં આનાથી વિપરીત થયું છે. સ્વતંત્રતા બાદ આપણા વારસાનું અપમાન કરવાના પ્રયાસો થયા. જ્યારે આપણને આપણા સ્થાપત્યો કે ઇતિહાસ પર ગર્વ જ નથી હોતો, ત્યારે તેનું જતન પણ થતું નથી. પરિણામે, આપણે આપણી અમૂલ્ય ધરોહરને માત્ર ઈંટ અને પથ્થરના ખંડેર ગણીને તેની ઉપેક્ષા કરી છે.

ભાષા અને શિક્ષણ નીતિ પર સ્પષ્ટતા

જાપાન, ચીન અને કોરિયા જેવા દેશોના ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે આ રાષ્ટ્રોએ આધુનિકતા અપનાવી હોવા છતાં પોતાની ભાષા જાળવી રાખી છે. પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે, "અમને અંગ્રેજી ભાષા સામે કોઈ જ વાંધો નથી, પરંતુ અમે અમારી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા અને સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપ્યું છે."

2035 નો લક્ષ્યાંક

અંતમાં વડાપ્રધાને એક મહત્વપૂર્ણ ટાઈમલાઈન આપતા કહ્યું કે, 1835 માં મેકોલે દ્વારા જે શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી, તેને 2035 માં 200 વર્ષ પૂરા થશે. આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. તેથી, રાષ્ટ્ર માટે એ જરૂરી છે કે આગામી 10 વર્ષોનો ઉપયોગ આપણે મેકોલેએ લાદેલી ગુલામીની માનસિકતાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કરીએ અને ફરીથી વિશ્વમાં આત્મવિશ્વાસ સાથે ઉભા રહીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
Embed widget