શોધખોળ કરો

Punjab Election 2022: ભગવંત માન AAP ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, સરકારમાં હશે આટલા મંત્રી 

પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત બાદ પાર્ટીના સીએમ પદનો ચહેરો બનેલા ભગવંત માનને AAPના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત બાદ પાર્ટીના સીએમ પદનો ચહેરો બનેલા ભગવંત માનને AAPના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દળની બેઠક દરમિયાન ભગવંત માને કહ્યું કે હું તમને બધાને (નવા ચૂંટાયેલા ધારાસભ્યોને) અહંકારી ન બનવાની અપીલ કરું છું. જેમણે અમને વોટ નથી આપ્યા તેમને પણ આપણે માન આપવું પડશે. તમામ ધારાસભ્યોએ તે વિસ્તારોમાં કામ કરવું જોઈએ જ્યાંથી તેઓ ચૂંટાયા છે અને માત્ર ચંદીગઢમાં જ નહીં રહે.

ભગવંત માને કહ્યું કે તમે પંજાબીઓના ધારાસભ્ય છો, પંજાબીઓની સરકાર બની છે. આજે હું જ્યારે દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હાર પહેરાવતા એક માણસે કહ્યું કે માન સાહેબ અમને કોઈએ માન આપ્યું નથી.  આપણે ત્યાં જઈ કામ કરવાના છે જ્યાં જઈને મત માંગ્યા હતા,  જીતીને એમ નથી કહેવાનું કે  ચંદીગઢ આવો.

17 મંત્રી બની શકે છે

ભગવંત માને કહ્યું કે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, આ અરવિંદ કેજરીવાલનો પણ સંદેશ છે. શાળા, હોસ્પિટલ, વીજળી, ઉદ્યોગો, અમે 17 મંત્રી બનાવી શકીએ છીએ. બાકીના 75 જેમને મંત્રી બનાવાશે નહી  તેઓએ ગુસ્સે થવું જોઈએ નહીં, દરેકે મંત્રીનું કામ કરવાનું છે. ભગવંત માને કહ્યું કે આજે તમામ મોટા ચહેરાઓ હારી ગયા છે. તમે મોટા માર્જિન સાથે આવ્યા છો. સીએમ અરવિંદ કેજરીવાલે લેખિતમાં આ માહિતી આપી હતી. દિલ્હીની યોજનાઓ આપણા માટે માર્ગદર્શક બની શકે છે. આપણે જ્યાંથી સારી બાબતો શીખવાની જરૂર છે ત્યાંથી શીખવું પડશે. પબ્લિક પણ ઘણા આઈડિયા આપે છે, તેનો અમલ કરશે. અમારે માત્ર સરકાર ચલાવીને દેખાડવાનું છે. ઈન્કલાબ ઝિંદાબાદ.

પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની શાનદાર જીત બાદ હવે ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ 13 માર્ચે AAPના વડા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમૃતસરમાં રોડ શો કરશે. માન હાલમાં દિલ્હીમાં છે અને આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પ્રસંગે AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.

AAPએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. માન ધુરી બેઠક પરથી 58,206 મતોના જંગી અંતરથી જીત્યા છે. રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થતા પહેલા સંગરુરમાં પત્રકારો સાથે વાત કરતા માને કહ્યું હતું કે તેઓ કેજરીવાલને મળીને પંજાબ ચૂંટણીમાં પાર્ટીની જીત પર અભિનંદન આપશે.

માને કહ્યું કે નવાંશહર જિલ્લામાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પાર્ટીની શાનદાર ચૂંટણી જીત પર, માનએ કહ્યું, "લોકોએ ઘમંડી લોકોને હરાવ્યા અને તેઓએ સામાન્ય લોકોને વિજયી બનાવ્યા."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget