Sharad Pawar: શરદ પવારે NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામું પરત ખેંચ્યું, જાણો શું આપ્યું મોટું નિવેદન ?
આ અગાઉ એનસીપીના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી સમિતિએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.
Sharad Pawar PC: NCP નેતા શરદ પવાર શુક્રવારે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે પ્રમુખ પદેથી રાજીનામું પાછું લઈ લીધું હતું. આ અગાઉ એનસીપીના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી સમિતિએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.
Others are here. Committee took this decision and after their decision, I took my decision back. All are united and discussed this. Senior leaders are there in the committee: NCP chief Sharad Pawar when asked about the absence of Ajit Pawar at the press conference where he… pic.twitter.com/xAJslpyKUu
— ANI (@ANI) May 5, 2023
તેમણે કહ્યું કે રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં.
શરદ પવારે વધુમાં કહ્યું કે હું આ બધાને કારણે ભાવુક થઈ ગયો છું, દરેકની અપીલ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લીધા પછી મેં એનસીપી અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિનો નિર્ણય પાછો લીધો છે. હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું.
હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું
એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લઈને હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચું છું. હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ મને વિનંતી કરી હતી, જેમાં ઘણા રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ પણ સામેલ છે.
એનસીપી સુપ્રીમો શરદ પવારના રાજીનામા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ છેલ્લા ઘણા દિવસોથી શરદ પવારને રાજીનામું પરત ખેંચવા માટે મનાવી રહ્યા હતા. એનસીપીના કાર્યકર્તાઓ સતત માંગ કરી રહ્યા હતા કે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર શરદ પવાર રહે. શરદ પવારને મનાવવા અને રાજીનામું પરત લેવા માટે અનેક દિવસોથી વરિષ્ઠ નેતાઓ તેમને મનાવી રહ્યા હતા.