Smriti Irani : સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર લગાવ્યો મહિલાને મળવાનો આરોપ, જાણો કોણ છે સુનીતા?
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, સુનીતા વિશ્વનાથ અમેરિકામાં રાહુલ ગાંધી સાથે બેઠી હતી.
Smriti Irani On Rahul Gandhi: કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેમના અમેરિકા પ્રવાસને લઈને મોટો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ સુનિતા વિશ્વાનાથ નામની એક મહિલાને મળવાનો પણ આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમયસ પહેલા જ રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાતે ગયા હતાં જ્યાં તેમને કરેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો.
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, સુનીતા વિશ્વનાથ અમેરિકામાં રાહુલ ગાંધી સાથે બેઠી હતી. અગાઉ પણ એ વાત સામે આવી ચુકી છે કે જ્યોર્જ સોરોસ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને સુનીતા વિશ્વનાથના સોરોસ સાથે સંબંધો છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એ વાત દેશને જણાવવી જોઈએ કે તેઓ જ્યોર્જ સોરોસ સાથે શું વાત કરી રહ્યા હતા. સોરોસના ભારત વિરોધી વિચારો કોઈનાથી છુપાયેલા નથી. આ સ્થિતિમાં રાહુલે ભારતની બહાર શા માટે ભારત વિરોધી લોકોને મળવું એ શું દર્શાવે છે તે પણ તેમણે જણાવવું જોઈએ.
રાહુલ સાથે 'જ્યોર્જ સોરોસના સંબંધ જૂના'
સ્મૃતિએ દાવો કર્યો હતો કે, જ્યોર્જ સોરોસ અને તેમના દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થાઓના રાહુલ ગાંધી સાથેના સંબંધો નવી વાત નથી. આ ખુબ જ જૂની વાત છે. એક પ્રકાશનમાં ખુલાસો થયો છે કે, સલિલ સેઠી નામના સજ્જન કે જેઓ ઓપન સોસાયટીના વૈશ્વિક પ્રમુખ છે, તેઓ જ્યોર્જ સોરોસની સંસ્થાના સભ્ય છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં તે સાથે હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપે અગાઉ પણ આ વિષય ઉઠાવ્યો હતો કે જ્યોર્જ સોરોસ ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને કેવી રીતે હટાવવા માગે છે. રાહુલની અમેરિકા મુલાકાત ભાજપ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે, ભાજપને તેની માહિતી મળી રહી છે.
Smriti Irani : એવું તે શું બન્યું કે જાહ્નવી કપૂર પર સ્મૃતિ ઈરાની થઈ ગયા ગુસ્સે? મંગાવી માફી
સ્મૃતિ ઈરાની આજે કેન્દ્રીય મંત્રી તરીકે ઓળખાય છે, પરંતુ એક સમય હતો જ્યારે તે તેના ટેલિવિઝન શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' થી ઘર-ઘરમાં જાણીતા બન્યા હતાં. આજે અમે જે ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ તે જાહ્નવી કપૂર અને સ્મૃતિ ઈરાનીની છે. જ્યારે જાહ્નવી કપૂરે સ્મૃતિ ઈરાનીની પોતાની હરકતો બદલ માફી માંગવી પડી હતી. એવું તે શું થયું હતું કે, જાન્હવી કપૂર પર સ્મૃતિ ઈરાની ગુસ્સે થઈ ગયા હતાં.