શોધખોળ કરો

Spicejet Plane Emergency Landing: દિલ્હીથી જબલપુર જઇ રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ધુમાડાથી મુસાફરો થયા પરેશાન

વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળ્યા બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર નિશાન સાધ્યું હતું

નવી દિલ્હીઃ દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ શનિવારે સવારે ઉડાણ ભર્યાના થોડી મિનિટો બાદ દિલ્હી એરપોર્ટ પર પરત ફરી હતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ફ્લાઈટના ટેકઓફ બાદ જ્યારે વિમાન 5000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી પ્લેનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું.

વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળ્યા બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હોર્સ ટ્રેડિંગ માટે પસંદગીની એરલાઇન હોવાને કારણે DGCA એરલાઇન સામે પગલાં લઈ શકે નહીં. તેમણે કહ્યું કે મુસાફરોનો જીવ બચાવવાનારા ક્રૂ મેમ્બર્સને સલામ.

સમાચાર એજન્સી ANI દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે પ્લેનમાં ધુમાડો છવાયો હતો. ધુમાડાના કારણે અંદર બેઠેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને હાલ પૂરતા એરપોર્ટ પર રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને અન્ય પ્લેન મારફતે જબલપુર મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 19 જૂનના રોજ સ્પાઇસ જેટના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં આગના સમાચાર મળ્યા બાદ દિલ્હી જઈ રહેલા પ્લેનને પટના એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. પ્લેનના પંખામાં લાગેલી આગને નીચેથી લોકોએ જોઈ હતી, ત્યારબાદ લોકોએ તરત જ પટના પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી ઘટનાની જાણ એરપોર્ટને કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget