શોધખોળ કરો

SukhdeV Singh Gogamedi: જાણો શું છે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ? કઇ રીતે અસ્તિત્વમાં અને ચર્ચામાં આવી, કેટલા જૂથો બન્યા ? જાણો તમામ વિગતો

આ સંગઠનની શરૂઆત સપ્ટેમ્બર 2006માં શ્રી રાજપૂત કરણી સેના (SRKS) તરીકે કરવામાં આવી હતી. 'કરણી' શબ્દ માતા કરણી પરથી ઉતરી આવ્યો છે

Sukhdev Singh Gogamedi And Karni Sena Story: ગઇ 5મી ડિસેમ્બર, 2023 ને મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાએ સમગ્ર રાજસ્થાનને આંચકો આપ્યો, હુમલાખોરોએ ગોગામેડીના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ગુસ્સો છે, જેના કારણે બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતુ. તો વળી, બીજીબાજુ પોલીસ પણ હત્યારાઓને શોધવામાં વ્યસ્ત છે. આ હત્યાકાંડ સામે વિવિધ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જેમાં કરણી સેના, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એટલે શું? આ સંસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી? આ સંસ્થા ક્યારે જાહેરમાં આવી? કરણી સેના, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જેવી કેટલી સંસ્થાઓ છે? ચાલો અહીં જાણીએ શું છે ડિટેલ્સ....

જયપુરના નાના વિસ્તારમાંથી શરૂ થયુ હતુ સંગઠન 
આ સંગઠનની શરૂઆત સપ્ટેમ્બર 2006માં શ્રી રાજપૂત કરણી સેના (SRKS) તરીકે કરવામાં આવી હતી. 'કરણી' શબ્દ માતા કરણી પરથી ઉતરી આવ્યો છે, જેને હિંગળાજનો અવતાર માનવામાં આવે છે. આ સંગઠનની શરૂઆત રાજસ્થાનની રાજધાનીના નાના વિસ્તાર ઝોટવાડાથી કરવામાં આવી હતી.

રાજપૂત સમુદાયના નેતા લોકેન્દ્રસિંહ કાલવીએ મહિપાલસિંહ મકરાણા, વિશ્વબંધુસિંહ રાઠોડ અને અન્ય લોકો સાથે તેની સ્થાપના કરી હતી. કાલવીના પિતા કલ્યાણસિંહ કાલવી કેન્દ્રમાં ચંદ્રશેખર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રાજ્યમાં મંત્રી પણ હતા. 2006માં કેટલાક બેરોજગાર યુવાનો દ્વારા રાજપૂત સમુદાય માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં હિસ્સાની માંગણી કરીને રચાયેલ, સંગઠન કહે છે કે તે રાષ્ટ્રીય એકતા માટે છે અને જાતિ-કેન્દ્રિત અનામત અને ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે. અજીતસિંહ તેના પ્રથમ પ્રમુખ બન્યા હતાં.

બે ભાગોમાં વહેંચાઇ કરણી સેના 
સંગઠન રાજકીય ના હોવા છતાં સમયાંતરે ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને શરતી સમર્થન મળતું રહ્યું છે. 2008માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં સંગઠને કોંગ્રેસને એ શરતે સમર્થન આપ્યું હતું કે પાર્ટી રાજપૂત સમુદાયના અમૂક ચોક્કસ લોકોને ટિકિટ આપશે. તે સમયે કાલવી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, જ્યારે સંગઠનના પહેલા વડા અજીતસિંહ કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ ઈચ્છતા હતા.

જોકે, આ બાબતોને કારણે બંને નેતાઓ વચ્ચે મતભેદો સર્જાયા અને આખરે સંગઠનમાં ભંગાણ સર્જાઈ. અજિતસિંહે અલગ થઈને નવું જૂથ બનાવ્યુ, મામલો અહીં અટક્યો ન હતો અને અજિતસિંહે કાલવી જૂથ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો કે તેઓએ શ્રી રાજપૂત કરણી સેનાનું નામ નોંધાવ્યું હતું.

2015માં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠન બન્યુ 
અજિતસિંહ સંગઠનથી અલગ થયા પછી કાલવીએ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જૂથના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. પાછળથી અનામતના મુદ્દે કાલવી અને ગોગામેડી વચ્ચે પણ મતભેદો ઊભા થયા. ગોગામેડી 2015માં સંગઠનથી અલગ થઈ ગયા હતા, ત્યારબાદ તેમણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નામનું એક અલગ સંગઠન બનાવ્યું હતું.

ગોગામેડી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ બન્યા. બાદમાં તેમણે બીએસપીની ટિકિટ પર બે વખત પોતાનું રાજકીય નસીબ અજમાવ્યું, પરંતુ સફળ ના થયા. 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા સુખદેવ ભાજપ પાસેથી ટિકિટ માંગી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને તક આપી ન હતી.

2018 સુધીમાં, કરણી સેનાના ઘણા જૂથો રચાયા. જેમાં લોકેન્દ્રસિંહ કાલવીની શ્રી રાજપૂત કરણી સેના, અજીતસિંહ મામડોલીની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિ, સુખદેવસિંહ ગોગામેડીની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને સૂરજપાલ અમ્મુની કરણી સેનાનો સમાવેશ થાય છે.

2021 માં, બે જૂથો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને શ્રી રાજપૂત કરણી સેના ફરી એક થયા. આ સાથે શ્રી રાજપૂત કરણી સેના (મૂળ) શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં ભળી ગઈ. આ વર્ષે માર્ચમાં કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.

ફિલ્મોના વિરોધના કારણે ચર્ચામાં રહ્યું સંગઠન 
2008માં જ્યારે ફિલ્મ જોધા અકબર રિલીઝ થઈ ત્યારે SRKSએ વિરોધ કર્યો હતો. તેનો વાંધો મુસ્લિમ શાસક અકબર અને હિંદુ રાજપૂત રાજકુમારી વચ્ચેના લગ્નના ચિત્રણ સામે હતો. SRKSએ જોધા અકબરના નિર્માતા આશુતોષ ગોવારીકર પાસેથી માફીની માંગ કરી હતી અને રાજસ્થાનમાં થિયેટરોની બહાર વિરોધ કર્યો હતો. આ પછી, સંગઠને 2010ની ફિલ્મ 'વીર' સામે વાંધો ઉઠાવતા દાવો કર્યો હતો કે તેણે તેમના 'બહાદુર સમાજ'ને બદનામ કર્યો છે. સંસ્થાએ થિયેટરોની બહાર ફિલ્મ દર્શાવતા પ્રદર્શન કર્યું.

2017માં કરણી સેના ફરી એકવાર ચર્ચામાં આવી, જ્યારે તેણે રણવીરસિંહ, શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'પદ્માવત' સામે વિરોધ કર્યો. આ ફિલ્મ સૂફી કવિ મલિક મુહમ્મદ જયસીના મહાકાવ્ય પદ્માવત (1540) પર આધારિત હતી. સંગઠને દાવો કર્યો હતો કે આ ફિલ્મ રાજપૂત ઇતિહાસને વિકૃત કરી રહી છે અને સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget