![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Supreme Court : ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ખાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. પોતાના ચુકાદામાં ટાંકતા તેમણે ઉપરયુક્ત ટિપ્પણી કરી હતી.
![Supreme Court : ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ખાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો Supreme Court : Supreme Decision Railways not Liable Theft Passenger Belongings Consumer Forum Supreme Court : ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ખાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/90bc9bdba3306608a0ebc83e4a3b4f57_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Supreme Court Decision on Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો તમારે તમારા સામાનની જાતે જ કાળજી લેવી પડશે. કારણ કે જો સામાન ચોરાઈ જશે તો તેના માટે તમે પોતે જ જવાબદાર હશો. સુપ્રીમ કોર્ટે રેલવેને રાહત આપતા મોટો નિર્ણય સંભળાવ્યો છે. દેશની વડી અદાલતે કહ્યું છે કે, જો ટ્રેનમાં તમારો કોઈ સામાન કે પૈસા ચોરાઈ જાય તો તમે તેના માટે રેલવેને જવાબદાર ન ઠેરવી શકો. પરંતુ તમારા પૈસા અને સામાનની તમારે જાતે જ કાળજી રાખવી પડશે.
સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો કોઈ યાત્રીના પૈસા ચોરાઈ જાય છે, તો તેને રેલવેની સેવાઓમાં ઉણપ ગણી શકાય નહીં. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કન્ઝ્યુમર ફોરમ જેમાં રેલવેને એક લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું તે નિર્ણયને રદ્દ કરી નાખ્યો હતો.
'જ્યારે મુસાફરો તેમના સામાનની સુરક્ષા કરી શકતા નથી...'
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠ અનુસાર, જો ટ્રેનમાં કોઈ સામાનની ચોરી થઈ રહી હોય તો તેને કોઈપણ રીતે રેલવેની સેવાઓમાં ઉણપ ન ગણી શકાય. જો પેસેન્જર પોતાના સામાનની સંભાળ ન રાખી શકે તો રેલવેને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે, અમે એ વાત જ નથી સમજી શકતા કે જ્યારે મુસાફરો તેમના સામાનની સુરક્ષા કરી શકતા નથી, તો પછી ચોરીના કિસ્સામાં રેલવેની સેવાઓમાં કેવી રીતે ઉણપ કેવી રીતે ગણાવી શકે?
ઉદ્યોગપતિ સુરેન્દ્ર ભોલા 27 એપ્રિલ 2005ના રોજ કાશી વિશ્વનાથ એક્સપ્રેસ દ્વારા નવી દિલ્હી જઈ રહ્યા હતા. તે દરમિયાન તેની પાસે એક લાખ રૂપિયા હતા. દરમિયાન, 28 એપ્રિલે જ્યારે તે જાગ્યા ને જોયું ત્યારે તેમનું પેન્ટ કપાયેલું હતું અને તેમના 1 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે જીઆરપીમાં એફઆઈઆર નોંધાવી હતી. બાદમાં તેમણે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. પોતાના ચુકાદામાં ટાંકતા તેમણે ઉપરયુક્ત ટિપ્પણી કરી હતી.
ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને ખુદ રેલવે મંત્રીએ કર્યો ખુલાસો
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં સેંકડો મુસાફરો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતથી અસરગ્રસ્ત ટ્રેકની સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સમારકામનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આજે ભારતીય રેલ્વેએ અકસ્માતના કારણ અને અન્ય પાસાઓ વિશે માહિતી આપી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)