શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન પ્રવાસમાં ગૃહમંત્રી રાજનાથ સિંહને આતંકી હુમલાનો ખતરો, ભારતે વ્યકત કરી ચિંતા
નવી દિલ્લી: ગૃહમંત્રી રાજનાથ સિંહ લશ્કર-એ-તોયબાના સંસ્થાપક હાફિઝ સઈદે ચેતવણી આપ્યા પછી પણ દક્ષેસ (સાર્ક) દેશોના ગૃહમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે બુધવારે પાકિસ્તાન જશે. ખાનગી એન્જસીઓએ આ જાણકારી આપી છે કે રાજનાથ સિંહને પાકિસ્તાનમાં ખતરો છે.
પાકિસ્તાન પ્રવાસમાં સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાજનાથ સિંહની સુરક્ષાને લઈને ભારતે ચિંતા જતાવી છે. ભારતે રાજનાથ સિંહ સાથે જોડાયેલી સુરક્ષાને પાકિસ્તાનને બતાવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે પાકમાં આતંકી સંગઠનોથી રાજનાથ સિંહને ખતરો છે અને આતંકી જૂથો હુમલો કરી શકે છે.
બીજી બાજુ, આતંકી જૂથોની ચેતવણી અને વિરોધને જોતા આ મામલાને પાકિસ્તાન સરકારે ગંભીરતાથી લીધો છે. નવાઝ શરીફ સરકારે સાર્ક બેઠકમાં ભાગ લેવાના કારણે બે દિવસીય યાત્રા પર ઈસ્લાબાદ આવી રહેલા રાજનાથ સિંહને ‘રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા’ આપવાનો નિર્ણય લીધો છે. તેનો મતલબ એ છે કે રાજનાથ સિંહની સુરક્ષામાં પાકના ઉચ્ચ સુરક્ષા સૈન્યના કમાંડો સહિત લગભગ 200 જવાનો તૈનાત રહેશે. બતાવવામાં આવી રહ્યું છે કે નવાઝ શરીફની અધ્યક્ષતામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement