Trans Couple Pregnancy: છોકરીમાંથી છોકરો બનેલો શખ્સ થયો પ્રેગનન્ટ, ટ્રાન્સ કપલે કરી પોતાના આવનારા બાળકની જાહેરાત
રિપોર્ટ્સ અનુસાર, ટ્રાન્સ કપલે જેન્ડર બદલવા માટે સર્જરીનો સહારો લીધો હતો, જિયા જન્મથી પુરુષ હતી પરંતુ મહિલા બની ગઇ
Kerala Transgender Couple Pregnancy: કેરળના કોઝીકોડમાં રહેનારા એક ટ્રાન્સજેન્ડર કપલના ઘરમાં એક નાનુ મહેમાન આવવાનુ છે, કપલ જિયા અને જહાદે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના માતા-પિતા બનવાની ખુશખબરી શેર કરી છે. કપલ આશા રાખી રહ્યું છે કે, માર્ચ મહિનામાં તેમનુ બાળક દુનિયામાં આવી જશે, જિયા અને જહાદે ઇન્સ્ટાગ્રામ દ્વારા જાણકારી આપી છે કે છેલ્લા 3 વર્ષોથી તે સાથે રહી રહ્યાં છે.
જિયાએ પ્રેગનન્સી વાળી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં પૉસ્ટમાં લખ્યું- જોકે, જન્મથી મારુ આ શરીર મહિલા નથી, એક બાળક મને માં કહીને બોલાવે, આ માતૃત્વ વાળુ સપનુ મારી અંદર હતુ, ત્રણ વર્ષ થઇ ગયા જ્યારે અમે સાથે છીએ. જે રીતે મારુ સપનુ મા બનવાનું છે, તે જ પ્રકારે તેમનુ (જહાદ) ખ્યાલ એક પિતા બનવાનો છે, અને તેની પુરી સહમતિની સાથે આઠ મહિનાનું એક જીવન તેના પેટમાં મોટુ થઇ રહ્યું છે.
View this post on Instagram
સ્ત્રીમાંથી પુરુષ બન્યા બાદ પણ આવી રીતે થયુ ગર્ભધારણ -
રિપોર્ટ્સ અનુસાર, ટ્રાન્સ કપલે જેન્ડર બદલવા માટે સર્જરીનો સહારો લીધો હતો, જિયા જન્મથી પુરુષ હતી પરંતુ મહિલા બની ગઇ, વળી જહાદે સ્ત્રી તરીકે જન્મ લીધો હતો, પરંતુ બાદમાં તેને પુરુષ બનવાનો ફેંસલો કર્યો, આમ છતાં જહાદે ગર્ભધારણ કર્યો. ઉલ્લેખનીય છે કે, પુરુષ બનવાની સર્જરી દરમિયાન તેના ગર્ભાશય અને કેટલાક અન્ય અંગોને હટાવવામાં આવ્યા ન હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram