(Source: ECI/ABP News/ABP Majha)
Biplab Kumar Deb Resignation: ત્રિપુરાના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું, ભાજપે બોલાવી ધારાસભ્યોની બેઠક
Tripura CM Biplab Kumar Deb Resigns:ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવે રાજીનામું આપ્યું છે.
Biplab Kumar Deb Resigns: ત્રિપુરામાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અહીં ભાજપે વર્તમાન સીએમ બિપ્લબ દેવને હટાવવાનો નિર્ણય લીધો છે. બિપ્લબ દેવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. તેમના સ્થાને હવે નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવશે. આ પહેલા સીએમ બિપ્લવે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેવે કહ્યું કે, મારા માટે પાર્ટી સૌથી ઉપર છે. સંગઠનના હિતમાં મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. પાર્ટી જે પણ જવાબદારી આપશે તે હું નિભાવીશ. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે પણ વાત કરી છે.
ભાજપે બેઠક બોલાવી
એવું કહેવામાં આવ્યું છે કે ભાજપે સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જેના માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડેને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બંને અગરતલા પહોંચી ગયા છે. આ બેઠકમાં પાર્ટી નવા મુખ્યમંત્રીની પસંદગી કરી શકે છે.
Tripura CM Biplab Kumar Deb says has submitted resignation to governor
— Press Trust of India (@PTI_News) May 14, 2022
આ પણ વાંચોઃ
Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો
India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત
Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી
Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું
IPL 2022: પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન