Viral News :અમિતાભની ફિલ્મ 'સૂર્યવંશમ'ને યુવકે જોડ્યા 'બે હાથ ને ત્રીજુ માથું', TV ચેનલને પત્ર લખી કહ્યું કે...
'સૂર્યવંશમ'ના ટેલિકાસ્ટને લઈને વ્યક્તિએ ટીવી ચેનલને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, અમને 'સૂર્યવંશમ'ની આખી સ્ટોરી યાદ રહી ગઈ છે.
![Viral News :અમિતાભની ફિલ્મ 'સૂર્યવંશમ'ને યુવકે જોડ્યા 'બે હાથ ને ત્રીજુ માથું', TV ચેનલને પત્ર લખી કહ્યું કે... Viral News: Man frustrated from movie Sooryavansham writes letter to Sony Max know details Viral News :અમિતાભની ફિલ્મ 'સૂર્યવંશમ'ને યુવકે જોડ્યા 'બે હાથ ને ત્રીજુ માથું', TV ચેનલને પત્ર લખી કહ્યું કે...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/c541f3f81df32346f016afe14dbfe9c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viral News: ટીવી ચેનલો પર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' લગભગ દરરોજ બતાવવામાં આવે છે. અનેક વર્ષોથી આ ફિલ્મ લગભગ એક આંતરે દેખાડવામાં આવે છે. 'સૂર્યવંશમ' ફિલ્મને એકથી વધુ વાર જોઈને હવે લોકો પણ કંટાળી ગયા છે. આ ફિલ્મને લઈને એક વ્યક્તિએ તો સીધો ટીવી ચેનલને પત્ર પણ લખી નાખ્યો છે. ટીવી ચેનલને લખવામાં આવેલો આ પત્ર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
'સૂર્યવંશમ'ના ટેલિકાસ્ટને લઈને વ્યક્તિએ ટીવી ચેનલને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, અમને 'સૂર્યવંશમ'ની આખી સ્ટોરી યાદ રહી ગઈ છે. હવે તો હીરા ઠાકુર વિશે પણ રજેરજની માહિતી મળી ગઈ છે... આખરે ચેનલ પર ક્યાં સુધી તેનું પ્રસારણ ચાલુ રાખશો?
TV ચેનલને પત્ર લખી કયું કે...
અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમ સતત ટીવી પર આવી રહી છે અને તેનાથી નારાજ એક દર્શકે ચેનલને પત્ર લખ્યો છે, તેની સાથે તેણે ચેનલને પ્રશ્નો પણ પૂછ્યા છે. ચેનલને પત્ર લખતી વખતે દર્શકે પૂછ્યું છે કે, 'તમારી ચેનલ પાસે ફિલ્મ સૂર્યવંશમના વ્યુવિંગ રાઈટ્સ એટલે કે જોવાના અધિકારો છે. ફિલ્મની વધારાની ઈનિંગ્સને કારણે હવે હું અને મારો પરિવાર તેના આખા પરિવારને જાણી ગયા છીએ. સૂર્યવંશમ સાથે જોડાયેલી વધારાની ઈનિંગ્સને કારણે અમે હીરા ઠાકુરના પરિવારને પણ જાણીએ છીએ. પત્રમાં તેણે આગળ લખ્યું હતું કે, હું જાણવા માંગુ છું કે તમે આ ફિલ્મને તમારી ચેનલમાં કેટલી વાર ટેલિકાસ્ટ કરી છે અને ભવિષ્યમાં તમે કેટલી વાર ટેલિકાસ્ટ કરવાના છો? હવે અમારૂ માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ રહ્યું છે. આ માટે કોણ જવાબદાર છે? આ વિશે માહિતી આપો.
સૂર્યવંશમ સાથે જોડાયેલો આ પત્ર સોશિયલ મીડિયા પર થયો વાયરલ
સૂર્યવંશમ સાથે જોડાયેલો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૂર્યવંશમનું નિર્દેશન ઇવીવી સત્યનારાયણે કર્યું હતું. તે 1999 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અભિનેત્રી સૌંદર્યાની મહત્વની ભૂમિકા હતી. જ્યારે કાદર ખાન, અનુપમ ખેર, જયસુધાએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં રેખાએ અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીના અવાજમાં ડબ કર્યું હતું. નોંધપાત્ર રીતે, સૂર્યવંશમને લઈને ઘણા કોમેડી દ્રશ્યો પણ કરવામાં આવ્યા છે. આ અંગે અગાઉ પણ વિરોધ થઈ ચુક્યો છે.
સૂર્યવંશમ ટીવી પર હજારો વખત આવી ચૂક્યો છે
અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મો ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમના સિવાય અન્ય ઘણા કલાકારોની મહત્વની ભૂમિકા છે. તાજેતરમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ હતી. આમાં તેના સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પણ મહત્વની ભૂમિકા હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)