KGF 2: રોકી ભાઇનો ફેન નીકળ્યો આ વ્યક્તિ, લગ્નના કાર્ડ પર છપાવ્યો Marriage... Marriage...Marriage....
સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર-2’નો ક્રેઝ ચાલી રહ્યો છે. ‘રોકી ભાઇ’નો જલવો ફક્ત બોક્સ ઓફિસ પર જ નહી પરંતુ લોકોના દિલો પર પણ છવાયો છે
મુંબઇઃ હાલમાં સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર-2’નો ક્રેઝ ચાલી રહ્યો છે. ‘રોકી ભાઇ’નો જલવો ફક્ત બોક્સ ઓફિસ પર જ નહી પરંતુ લોકોના દિલો પર પણ છવાયો છે. કેજીએફ-2ના એક ફેને ‘રોકી ભાઇ’ના એક આઇકોનિક ડાયલોગને પોતાના વેડિંગ કાર્ડ પર પ્રિન્ટ કરાવ્યો છે. આ કારણે આ વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ વેડિંગ કાર્ડની તસવીર ટ્વિટર યુઝર @MISS_BINGG એ શેર કરી હતી.
ફિલ્મમાં રોકી ભાઇ બોલે છે કે Violence, Violence, Violence...I Don’t Like It. I Avoid! But... Violence Likes Me, I Can’t Avoid!. આ ડાયલોગને યુનિક અંદાજમાં એક વ્યક્તિએ પોતાના વેડિંગ કાર્ડ પર છપાવ્યો હતો.
વેડિંગ કાર્ડમાં લખ્યું છે કે Marriage... Marriage...Marriage. I dont Like it, I avoid, but my relatives like Marriage i can't avoid.'
This is how am gonna print my wedding card 😂#KGFChpater2 pic.twitter.com/TQE7BcOaMG
— YOGITHA ✨ (@MISS_BINGG) April 19, 2022
પાંચ દિવસમાં 215 કરોડ રૂપિયાની કમાણી
14 એપ્રિલના રોજ થિયેટર્સમાં રીલિઝ થયેલી કેજીએફ ચેપ્ટર 2એ પ્રથમ પાંચ દિવસમાં 215 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં યશ સિવાય સંજય દત્ત, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી છે.
સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો
Horoscope 21 April 2022: મેષ કર્ક મીન રાશિના લોકો ન કરે આ કામ,12 રાશિનું જાણો રાશિ ફળ