શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ જિલ્લાની વધી મુશ્કેલી, કોરોનાના વધુ 5 કેસ નોંધાયા, જાણો વિગત
મહેસાણા જિલ્લામાં આજે પાંચ કેસ નવા નોંધાયા છે, જેની સામે ત્રણ લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.
મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે મહેસાણા જિલ્લામાં નવા પાંચ કેસ નોંધાવાયા છે. જેમાંથી ત્રણ કેસ મહેસાણા શહેરમાં તેમજ કડી અને વિસનગરમાં એક-એક મળી નવા પાંચ કેસ નોંધાયા છે. મહેસાણાના ઝાલાવાસ ભેંસાણમાં 64 વર્ષીય વૃદ્ધ, તેજસ્વી નગર સોસાયટીમાં 44 વર્ષીય પુરુષ અને બારોટ વાસ, જગુદનમાં 40 વર્ષીય પુરુષને કોરોના થયો છે. આ ઉપરાંત કડીની રાજ દર્શન સોસાયટીમાં 64 વર્ષીય વૃદ્ધને અને વિસનગરના ઘાઘરેટ ગામે 72 વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં આજે પાંચ કેસ નવા નોંધાયા છે, જેની સામે ત્રણ લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. જિલ્લામાં કુલ 171 કેસ નોંધાયા છે. જેમાંથી 110 લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 13 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. હાલ, જિલ્લામાં કુલ 48 એક્ટિવ કેસો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement