મહેસાણા: શક્તિપીઠ બહુચરાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે
કોરોનાના વધતા કેસને લઈને બંધ મહેસાણા જિલ્લાનું શક્તિપીઠ બહુચરાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
મહેસાણા: કોરોનાના વધતા કેસને લઈને બંધ મહેસાણા જિલ્લાનું શક્તિપીઠ બહુચરાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. સવારે સાત વાગ્યાથી સાંજના પોણા સાત વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ બહુચર માતાજીના દર્શન કરી શકશે. જો કે સવાર અને સાંજની આરતીમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં આપવામાં આવશે. દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓએ ફરજીયાત સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્કના નિયમોનું પાલન કરવાનું રહશે. માસ્ક વગર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
ગુજરાત કોરોના વાયરસ કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 9395 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 91320 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 278 લોકો વેન્ટીલેટર પર છે. 91042 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1052222 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10438 લોકોના મોત થયા છે.
બીજી તરફ રવિવારે 16066 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.18 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 30 મોત થયા. 88,117 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3582, વડોદરા કોર્પોરેશનમાં 1598, રાજકોટ કોર્પોરેશનમાં 522, વડોદરામાં 413, સુરત કોર્પોરેશનમાં 398, ગાંધીનગર કોર્પોરેશનમાં 304, પાટણ 276, રાજકોટ 251, સુરતમાં 244, મહેસાણા 200, ગાંધીનગર 171, કચ્છ 153, ભાવનગર કોર્પોરેશનમાં 125, ખેડા 125, આણંદ 122, બનાસકાંઠા 99, નવસારી 88, વલસાડ 86, અમદાવાદ 71, સાબરકાંઠા 67, તાપી 64, સુરેન્દ્રનગર 48, ભરુચ 46, જામનગર કોર્પોરેશન 35, અમરેલી 34, દેવભૂમિ દ્વારકા 33, મોરબી 33, દાહોદ 31, ભાવનગર 23, પંચમહાલ 22, ગીર સોમનાથ 21, જામનગર 20, પોરબંદર 20, જૂનાગઢ 14, ડાંગ 13, જૂનાગઢ કોર્પોરેશન 11, છોટા ઉદેપુર 10, નર્મદા 9, મહીસાગર 6, અરવલ્લી 5 અને બોટાદ 2 કેસ નોંધાયા છે.