શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ જિલ્લાની વધી મુશ્કેલી, નાયબ પોલીસ અધિક્ષક સહિત 8 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ
આજે મહેસાણામાં નાયબ પોલીસ અધિક્ષક પણ કોરોનાનો ભોગ બન્યા છે. તેમજ વિજાપુર, કડી અને મહેસાણા કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે.
મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે મહેસાણા જિલ્લામાં વધુ 8 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 144એ પહોંચી ગયો છે. એટલું જ નહીં, અત્યાર સુધી જે તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નહોતો, તે ઉંઝા તાલુકામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આજે મહેસાણામાં નાયબ પોલીસ અધિક્ષક પણ કોરોનાનો ભોગ બન્યા છે. તેમજ વિજાપુર, કડી અને મહેસાણા કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે.
આજે મહેસાણા શહેરમાં 4, કડીમાં બે કેસ, ઊંઝામાં એક અને વિજાપુરમાં એક કેસ નોંધાયો છે. આમ, મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગઈ કાલ સુધીના આંકડા જોઈએ તો 80 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 6 લોકોના મોત થયા છે. તેમજ ગઈ કાલ સુધી 61 એક્ટિવ કેસ હતા. જેમાં આજે 8નો ઉમેરો થયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 35 દર્દીના મૃત્યુ થયા છે. આજે 344 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 19119 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1190એ પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણા 9, પાટણ 6, જામનગર 6, વલસાડ 5, ભાવનગર 4, અમરેલી 4,ખેડા 3,ભરૂચ 3, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર,જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા 1-1 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 35 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-30, સુરતમાં 2 , આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1190 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement