શોધખોળ કરો
સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો? પાકના કેવા થયા હાલ? જાણો
સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો.
![સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો? પાકના કેવા થયા હાલ? જાણો Heavy Rain started in Saurashtra at last 24 hours સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો? પાકના કેવા થયા હાલ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/01161201/Rain-Rajkot.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
રાજકોટ: એકબાજુ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જોકે આગાહી પહેલા જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાજકોટના જસદણમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો રહો જ્યારે ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં અનેક ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
રાજકોટ જિલ્લાના જસદણ સહિત બળધોઈ, વિરનગર અને શીવરાજપુરમાં વરસાદ પડ્યો હતો. જસદણમાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે બળધોઈમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વિરનગરમાં વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદ ખાબકતાં મગના પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું.
ગોંડલમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે માર્કેટયાર્ડમાં પડેલી મગફળીની બોરીઓ પલળી ગઈ હતી. વરસાદના કારણે 3થી 4 હજાર બોરીઓ પલળી ગઈ હતી. યાર્ડના સત્તાધિશોની બેદરકારીને લઈને ખેડૂતોનૌ તૈયાર માલ પલળી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)