Rajkot : ઘાંચીવાડમાં જર્જરીત દિવાલ ધસી પડતાં 4 બાળકો ઘાયલ, પોલીસ-અધિકારી દોડી આવ્યા
શહેરના ઘાંચીવાડમાં જર્જરી દિવાલ પડી છે. દિવાલ ધસી પડતા ચાર બાળકો ઇજાગ્રસ્ત થયા છે. એક રીક્ષા અને કારને પણ નુકસાન થયું છે.
રાજકોટઃ શહેરના ઘાંચીવાડમાં જર્જરી દિવાલ પડી છે. દિવાલ ધસી પડતા ચાર બાળકો ઇજાગ્રસ્ત થયા છે. એક રીક્ષા અને કારને પણ નુકસાન થયું છે. ઘાંચીવાડ બનાવ સ્થળે પોલીસ અધિકારીઓ પહોંચ્યા અને લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ઘટનાની જાણ થતાં આરોગ્યની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે. એક બાળકને ગંભીર ઇજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. બાળકો રીક્ષામાં રમી રહ્યા હતા. આ સમયે જ દિવાલ ધરાશાયી થતાં બાળકો ઘાયલ થયા છે.
Gujarat Rain : આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં અપાયું રેડ એલર્ટ?
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને નર્મદામાં રેડ આપવામાં આવ્યું છે.
આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ કરતા આજે વરસાદ નું પ્રમાણ અને જોર ઘટ્યું છે. આવતી કાલ થી રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ છે. તંત્રને સુસજજ રહેવા કહેવાયું છે. સાંજ બાદ નુક્શાની ના સર્વેની કામગીરી શરૂ થશે. 18 એનડીઆરએફ ની ટિમો હાલ ડિપોલોઇડ કરવામાં આવી છે. 511 વ્યક્તિઓ ને રેસકયું કરવા પડ્યા છે. ગઈ કાલે નર્મદા ના કરજણ ખાતે 21 વ્યક્તિઓને નદી માં વહેણમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. 17896 લોકો નું સ્થળાંતરણ કરવું પડ્યું છે. 9671 લોકો ને ફરી ઘરે પહોંચાડી દીધા છે. 73 બસ રૂટ બંધ છે. 124 ગામોમા વીજળી ડુલ થઈ હતી જે પૈકી મોટાભાગના ગામમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત થઈ જશે.
રોડ પર પાણી નીકળતું હોય ત્યારે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ ન કરવો. 6 જેટલા લોકો ના મૃત્યુ ના બનાવો બન્યા છે પણ તેમાં તંત્ર ની ભૂલ ન હતી. 3 ઓટો રીક્ષા પર ઝાડ પડ્યું દહેગામમા. ત્રણ મૃત્યુ થયા. વલસાડમા વેનમા બેસેલા 4 વ્યક્તિએ ચેક ડેમ પરથી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો જેમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો. 69 મૃત્યુની ઘટના વરસાદની સિઝનમા ગુજરાતમાં થયા છે.