શોધખોળ કરો

Electoral Bonds: ચૂંટણી પહેલા ઇલેક્ટ્રોરલ બોન્ડ પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આ કારણે ભાજપને લાગ્યો મોટો ઝટકો

ચૂંટણી બોન્ડ પ્રોમિસરી નોટનો એક પ્રકાર છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. રાજકીય પક્ષો તેનો ઉપયોગ 2000 રૂપિયાથી વધુનું દાન લેવા માટે કરે છે.

Electoral Bonds:ચૂંટણી વર્ષમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી માટે મળતું ડોનેશનને લઇને  મોટો નિર્ણય સંભળાવ્યો છે. હવે ભારતમાં રાજકીય પક્ષો ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ડોનેશન લઈ શકશે નહીં. 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા.

ચૂંટણી બોન્ડ પ્રોમિસરી નોટનો એક પ્રકાર છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ 2000 રૂપિયાથી વધુનું દાન એકત્રિત કરવા માટે થાય છે. 2017 માં, ભારત સરકારે તેનો ઉપયોગ પ્રથમ વખત ચૂંટણી દાન એકત્રિત કરવા માટે કર્યો હતો.

ભારત સરકારે તે સમયે દલીલ કરી હતી કે, દાનની રોકડ વ્યવસ્થા કાળા નાણાંને પ્રોત્સાહન આપે છે, તેથી ચૂંટણી બોન્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો કે અનેક પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.

4 વર્ષથી પેન્ડિંગ કેસ, 3 દિવસ સુધી સુનાવણી

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 2019 માં ચૂંટણી બોન્ડ્સ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. એડીઆરએ તેની અરજીમાં તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. એડીઆરએ કહ્યું કે, આ બોન્ડ ચૂંટણી સુધારા તરફ એક ખોટું પગલું છે.

આ કેસ 4 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહ્યો. બંધારણીય બેન્ચે નવેમ્બર 2023માં આ અંગે સુનાવણી કરી હતી. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સમગ્ર મામલાની 3 દિવસ સુધી સુનાવણી કરી અને 2 નવેમ્બર 2023ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો. સુપ્રીમ કોર્ટે 105 દિવસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો.

3 દલીલો કે જેણે બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો

  1. ઈલેક્ટોરલ બોન્ડ લાંચ, શાસક પક્ષને આ કારણે વધુ દાન મળ્યું

  ઈલેક્ટોરલ બોન્ડ પર સુનાવણી દરમિયાન ADR તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે તેને લાંચ ગણાવી હતી. આ સાબિત કરવા માટે ભૂષણે એડીઆરને ટાંકીને કોર્ટમાં રિપોર્ટ પણ દાખલ કર્યો હતો. જેમાં છેલ્લા 5 વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા દાનની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ADR અનુસાર, ભાજપને 2017 થી 2022 દરમિયાન ચૂંટણી બોન્ડ્સમાંથી રૂ. 5271.97 કરોડ મળ્યા હતા. કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન ચૂંટણી બોન્ડમાંથી માત્ર રૂ. 952.29 કરોડ મળ્યા હતા.

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ચૂંટણી બોન્ડમાંથી દાન તરીકે રૂ. 767.88 કરોડ મળ્યા હતા, જ્યારે NCPને રૂ. 63.75 કરોડ દાન તરીકે મળ્યા હતા.

2017 થી 2022 દરમિયાન, કેન્દ્રની સાથે, બીજેપી બિહાર, યુપી, હરિયાણા, ગુજરાત જેવા રાજ્યોમાં સત્તામાં હતી. આ સમયગાળા દરમિયાન રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબમાં કોંગ્રેસ સત્તામાં હતી.

જ્યારે મમતાની પાર્ટી બંગાળમાં સરકારમાં હતી, ત્યારે NCP થોડા વર્ષો સુધી મહારાષ્ટ્રમાં સત્તામાં રહી. એડીઆર અનુસાર, છેલ્લા 5 વર્ષથી વિપક્ષમાં રહેલી પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા 1 ટકાથી ઓછું દાન મળ્યું હતું.

એડીઆરએ કહ્યું કે ચૂંટણી વર્ષ 2019માં ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી 2555 કરોડ રૂપિયાનું રેકોર્ડ ડોનેશન મળ્યું છે. આ વર્ષે કોંગ્રેસને માત્ર 317 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

  1. જો ED અને સરકાર જાણી શકે છે તો સામાન્ય જનતા કેમ નહીં?

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ADRના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, આ સંબંધમાં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર SBI જાણશે કે કોણે દાન આપ્યું છે. ACBI સરકાર હેઠળ છે.

ભૂષણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડના નિયમો જણાવે છે કે ઈડી બેંક પાસેથી ડોનર્સની માહિતી લઈ શકે છે. ED પણ કેન્દ્ર હેઠળ છે.

આવી સ્થિતિમાં જો ઈડી ઈલેક્ટોરલ બોન્ડ વિશે જાણી શકે. જો SBI જાણી શકે. જો સરકાર જાણી શકતી હોય તો સામાન્ય નાગરિક કેમ નહીં?

  1. સામાન્ય નાગરિકોનો અવાજ દબાવવામાં આવશે, તેનો અર્થ લોકશાહી નથી

સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલમાં આપવામાં આવેલી ત્રીજી મહત્વની દલીલ સામાન્ય નાગરિકો સાથે સંબંધિત હતી. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું- જે પૈસા આપશે, સરકાર પણ તેના માટે કામ કરશે, તો પછી સામાન્ય નાગરિકોનું શું થશે? જો આ પ્રક્રિયા પારદર્શક હશે તો કોર્પોરેટ સેક્ટરનું વર્ચસ્વ ઘટશે.

પ્રશાંત ભૂષણે કોર્ટમાં જયંતિલાલ રણછોડદાસ કોટિચા વિરુદ્ધ ટાટા આયર્ન કેસનું ઉદાહરણ આપ્યું હતું. આ કેસમાં જસ્ટિસ છાંગલાએ ટિપ્પણી કરી હતી કે રાજકીય યોગદાન અલગ કાનૂની એન્ટિટીના હિતોની સેવા કરતું નથી, પરંતુ તેના એજન્ટોના હિતોની સેવા કરે છે.

એડવોકેટ નિઝામ પાશાએ તેમની દલીલમાં કહ્યું હતું કે ચીનની કંપનીઓ પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ડોનેશન લેવામાં આવે છે, પરંતુ તેમને તેનું ઉત્પાદન કરવાની મંજૂરી નથી. આ કેવો નિયમ છે? જો મેન્યુફેક્ચરિંગ પર પ્રતિબંધ છે તો ચીનની કંપનીઓના દાન પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ.

ભૂષણે આ દલીલના સમર્થનમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી કોર્ટમાં એક પત્ર પણ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી બોન્ડની રજૂઆત સાથે, શેલ કંપનીઓના નાણાં દાન સ્વરૂપે રાજકીય પક્ષોને સરળતાથી ઉપલબ્ધ થશે.

શું આ ચૂંટણી વર્ષમાં ભાજપ માટે આંચકો છે?

ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ચૂંટણી વર્ષમાં સત્તાધારી ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આના 3 મુખ્ય કારણો છે-

1.ADR મુજબ, વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી 2555 કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન મળ્યું હતું. આ વર્ષે કોંગ્રેસને માત્ર 317 કરોડ રૂપિયા જ મળી શક્યા છે.

2.ADR મુજબ, ભારતીય જનતા પાર્ટીએ કુલ દાનના 52 ટકા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવ્યા છે. આ તમામ પક્ષોના કુલ દાન સમાન છે.

3.સુપ્રી કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અત્યાર સુધી ચૂંટણી બોન્ડ ખરીદનારા લોકોની યાદી જાહેર કરવામાં આવે. જો ચૂંટણીના વર્ષમાં આ યાદી સાર્વજનિક થઈ જશે તો ભાજપ વિપક્ષના નિશાને આવી શકે છે.

ચૂંટણી બોન્ડ પર 2 નિવેદનો...

1.અશોક ગેહલોત, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન- ચૂંટણી બોન્ડ આઝાદી પછીનું સૌથી મોટું કૌભાંડ છે. ભાજપને 95 ટકાથી વધુ પૈસા મળી રહ્યા છે. સરકાર આ કૌભાંડને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરી રહી હતી.

2.સાકેત ગોખલે, તૃણમૂલ સાંસદ - સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, એ જોવું રસપ્રદ રહેશે કે ED અને CBIના રડાર હેઠળ કેટલા લોકોએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને દાન આપ્યું છે.

ચૂંટણી બોન્ડ પર ભાજપનું શું વલણ છે?

ઈલેક્ટોરલ બોન્ડ લાવતી વખતે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય જનતા પાર્ટી વતી પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. જેટલીના મતે બોન્ડ એ ચૂંટણી સુધારણા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી કાળું નાણું રોકવામાં સફળતા મળશે. ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપનારાઓની તમામ માહિતી સરકારી બેંક પાસે છે.

જેટલીએ કહ્યું હતું- ચૂંટણી ખર્ચમાં કાળું નાણું રોકવા માટે ચૂંટણી બોન્ડ જ એકમાત્ર વિકલ્પ છે. ઈલેક્ટોરલ બોન્ડ માત્ર બેંકોમાંથી જ ખરીદી શકાય છે અને નોટિફાઈડ પાર્ટીઓના ખાતામાં જ જમા કરી શકાય છે. જો બેંકો મારફત જ નાણાં ટ્રાન્સફર કરવામાં આવે તો ટેક્સ ભર્યા પછી જ નાણાં રાજકીય વ્યવસ્થામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

2023 માં, BJP IT સેલના વડા અમિત માલવિયાએ પણ ચૂંટણી બોન્ડને પારદર્શક પદ્ધતિ ગણાવી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Embed widget