Bharuch : એમ્બ્યુલન્સ ના આવતાં પુત્ર માતાને લારીમાં લાવ્યો પણ હોસ્પિટલના દરવાજે જ માતાએ તોડ્યો દમ, પુત્રે........
અંકલેશ્વરની રામનગર સોસાયટીમાં રહેતી મહિલાને કોરોના થયા પછી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી તેમણે 108માં કોલ કર્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ ન આવતાં છેવટે તેમના પુત્રે કંટાળીને લારીમાં બેસાડીને માતાને અંકલેશ્વરની સરદાર હોસ્પિટલ ખાતે લવાયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જતા માતાએ હોસ્પિટલના ગેટ પર જ દમ તોડ્યો હતો.
ભરુચઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન કોરોના મહામારીમાં ગુમાવ્યા છે. ત્યારે ભરુચમાં એમ્બ્યુલન્સ ન મળતા દર્દીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામ આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અંકલેશ્વરની રામનગર સોસાયટીમાં રહેતી મહિલાને કોરોના થયા પછી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી તેમણે 108માં કોલ કર્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ ન આવતાં છેવટે તેમના પુત્રે કંટાળીને લારીમાં બેસાડીને માતાને અંકલેશ્વરની સરદાર હોસ્પિટલ ખાતે લવાયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જતા માતાએ હોસ્પિટલના ગેટ પર જ દમ તોડ્યો હતો.
માતાની લાશ લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ હોવાનું જણાવાતા યુવકે જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સની જરૂર હતી ત્યારે ના મળી તો હવે શું કરું? આ પછી ફરીથી પુત્ર માતાને લારીમાં જ ઘર તરફ રવાના થયો હતો. આ ઘટનાના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં દર્દીને લારીમાં લાવતા સીસીટીવી હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
લાશને લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ ન મળતા છેવડા સામાજિક આગેવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી, પરંતુ સરકારી સિસ્ટમથી નારાજ યુવકે જરૂર હતી, ત્યારે એમ્બ્યુલન્સ ન મળી તો હવે શું કરું એમ જણાવી માતાની લાશ લારીમાં જ લઈ રવાનના થઈ ગયો હતો.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,210 નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9121 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 14483 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 6,38,590 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 104908પર પહોંચ્યો છે. જેમાંથી 797દર્દી વેન્ટિલેટર પર અને 104111 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.85 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2240 , વડોદરા કોર્પોરેશન 519, સુરત કોર્પોરેશન-482, રાજકોટ કોર્પોરેશનમાં 372, વડોદરા-363, જુનાગઢમાં-227, આણંદમાં-223, સુરતમાં-223, જામનગર કોર્પોરેશન-212, પંચમહાલ-195, જુનાગઢ કોર્પોરેશન-184, ગીર સોમનાથ-177, મહેસાણા-174, કચ્છ-173, સાબરકાંઠા-171, અમરેલી-167, ખેડા-165, રાજકોટ-163, ભાવનગર કોર્પોરેશન-160, અરવલ્લી-141, દાહોદ-123, બનાસકાંઠા-116, ગાંધીનગર કોર્પોરેશન-110, ભાવનગર-109, જામનગર-107, વલસાડ-107, ભરુચ-102, મહિસાગર-98, પાટણ-98, ગાંધીનગર કોર્પોરેશન-84, નવસારી-70, દેવભૂમિ દ્વારકા-59, પોરબંદર-55, નર્મદા-53, સુરેન્દ્રનગર-50, અમદાવાદ-38, છોટા ઉદેપુર-31, તાપી-27, મોરબી-24, બોટાદ-12 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 8210 નવા કેસ નોંધાયા છે.