Surat ની સ્થિતિ ફરી ચિંતાજનક, અમદાવાદથી વધુ નોંધાયા કેસ, જાણો કયા વિસ્તાર જાહેર કરાયા કલસ્ટર
Surat Corona Cases Update: શહેરમાં કોરોના કેસ વધવા પાછળ મુખ્યત્વે યુ.કે અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના ફેલાવાને લઇ થઇ રહ્યો હોવાનું તારણ બહાર આવી રહ્યું છે.
સુરતઃ કોરોના વાયરસ ફરી રાજ્યમાં કહેર મચાવવાનું શરૂ કર્યું છે. બુધવારે અમદાવાદ કરતાં સુરતમાં વધારે કેસ નોંધાયા હતા. જેના કારણે સુરતમાં ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરત કોર્પોરેશનમાં 161 અને સુરતમાં 18 મળી કુલ 179 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 141 અને અમદાવાદમાં 6 મળી કુલ 147 કેસ નોંધાયા હતા.
આ દરમિયાન સુરતમાં વધુ 5 શિક્ષકો અને 12 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈ વાલીઓની ચિંતા વધી ગઈ છે. શહેરના રાંદેર અને સેંટ્રલ ઝોનના 523 મકાનોને કલસ્ટર જાહેર કરવામાં આવ્યા છે.
શહેરમાં કોરોના કેસ વધવા પાછળ મુખ્યત્વે યુ.કે અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના ફેલાવાને લઇ થઇ રહ્યો હોવાનું તારણ બહાર આવી રહ્યું છે. બીજું કારણ શાળા-કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોમાં કેસ તો મળી રહ્યા છે. પરંતુ આ વિદ્યાર્થીઓ ઘરે જઇ પરિવારના સભ્યોને પણ સંક્રમિત કરી રહ્યા છે. જેથી હાલમાં શાળા-કોલેજો શરૂ થયા બાદ મહિલાઓમાં કેસનું પ્રમાણ વધી ગયું છે.
સુરત શહેર- જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 55 હજારની નજીક પહોંચી ગઈ છે. કુલ મળીને 54990 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 52987 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.
રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા અધધ કેસ
રાશિફળ 11 માર્ચ: આજે છે મહાશિવરાત્રિનું પર્વ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ