શોધખોળ કરો
Advertisement
Surat : ભાજપના ઉમેદવારનો કથિત મહેફિલનો ફોટો વાયરલ, ઉમેદવારે શું કરી સ્પષ્ટતા?
ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલ પર આરોપ લગાવ્યો છે. વિલાસ પાટીલે સોમનાથ મરાઠેને બદનામ કરવા ફોટા વાયરલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
સુરત : સુરતના વોર્ડ નંબર 24ના ભાજપના ઉમેદવારનો કથિત મહેફિલનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલ પર આરોપ લગાવ્યો છે. વિલાસ પાટીલે સોમનાથ મરાઠેને બદનામ કરવા ફોટા વાયરલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. જોકે, એબીપી અસ્મિતા આ ફોટાની કોઈ પુષ્ટી કરતું નથી.
ઉમેદવારે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યુ છે કે તસવીરે એડિટ કરેલી છે અને ઇરાદાપૂર્વક વાયરલ કરેલી છે. સોમનાથ મરાઠે આગામી દિવસમાં વિલાસ પાટીલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. વિલાસ પાટીલે જણાવ્યું પોલીસ ફરિયાદ કરો સામનો કરવા તૈયાર છીએ. ઉમેદવાર પર દારૂની મહેફિલમાં સામેલ હોવાના આક્ષેપ સાથેનો ફોટા વાયરલ થતા ભાજપમાં દોડધામ મચી જવા પામી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement