Surat: ચોમાસાની વિદાય વચ્ચે શહેરમાં રોગચાળો વકર્યો, વધુ બેના મોત, દર્દીઓના મોતનો આંકડો 42 સુધી પહોંચ્યો
સુરત શહેરમાં આજે વધુ બે દર્દીઓના મોતથી હાહાકાર મચી ગયો છે. શહેરમાં ફરી એકવાર રોગચાળો બેકાબુ બન્યો છે. અત્યાર સુધી રોગચાળાથી મરનારાઓની સંખ્યા વધીને 42 સુધી પહોંચી ચૂકી છે
Surat News: રાજ્યમાં પડેલા વરસાદ બાદ હવે રોગચાળાએ માજા મુકી છે, સુરતમાં જુદીજુદી બિમારીઓના દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળતા દર્દીઓના મોત થવાનો સિલસિલો યથાવત છે. આજે વધુ બે દર્દીઓના મોત થયા છે. ડેન્ગ્યૂ, ઝાડા ઉલટી અને અન્ય બિમારીઓના દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. અત્યાર સુધી કુલ 42 દર્દીઓ મોતને ભેટ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં આજે વધુ બે દર્દીઓના મોતથી હાહાકાર મચી ગયો છે. શહેરમાં ફરી એકવાર રોગચાળો બેકાબુ બન્યો છે. અત્યાર સુધી રોગચાળાથી મરનારાઓની સંખ્યા વધીને 42 સુધી પહોંચી ચૂકી છે. આજે ધોરણ 10માં ભણણી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યૂ થવાના કારણે મોત થયુ છે, આ વિદ્યાર્થિનીની તબિયત લથડતા તેને ખાનગી હૉસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત થયુ હતુ. આ ઉપરાંત શહેરમાં અન્યે એક 32 વર્ષીય યુવાન પણ રોગાચાળાનો ભોગ બન્યો છે. શહેરના યોગીચોક વિસ્તારમાં રહેતા આ યુવાનને ઝાડા ઉલ્ટી થયા હતા, આ પછી તેનું અચાનક મોત નીપજ્યુ હતુ. શહેરમાં વધુ બે દર્દીઓના રોગચાળાથી મોત થતાં તંત્ર દોડતુ થયુ છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોગો ફાટી નીકળ્યા
ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ઋતુ અંતિમ તબક્કામાં છે, અને ઠેર ઠેર પડેલા વરસાદના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, શહેરના પૂર્વ વિસ્તારમાં દરરોજ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ટાઇફૉઇડના કેસોમાં સતત વધારો નોંધાતા એએમસી તંત્ર હરકતમાં આવી ગયુ છે, અને દવાનો છંટકાવ અને ફૉગિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલટી, ટાઇફૉઇડ, કમળાના કેસોમાં વધારો થયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૫૬૬ કેસો અને મેલેરિયાના ૧૨૪ કેસ નોંધાયા છે. એટલું જ નહીં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૧૭૩, મેલેરિયાના ૪૧ કેસનો વધારો થયો હોવાની પણ વાત છે. આને લઇને હવે AMCએ શહેરમાં ઠેર ઠેર ફૉગિંગ અને દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યુ છે.
ડેન્ગ્યુ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ? તેનો ટાઈપ-2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે, આ રીતે કરો બચાવ
ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.
ડેન્ગ્યુ ટાઇપ-2 સ્ટ્રેન શું છે ?
ડેન્ગ્યુ ટાઈપ-2 એક ખતરનાક સ્ટ્રેન છે. આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે. ડેન્ગ્યુ વાયરસમાં DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 સ્ટ્રેન છે, જેમાં DENV-2 સ્ટ્રેન સૌથી ખતરનાક છે. દિલ્હીમાં ડેન્ગ્યુના 90 ટકાથી વધુ કેસ DENV-2 સ્ટ્રેનના છે. જેના કારણે દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ જ કારણ છે કે દિલ્હી સરકારે તમામ સરકારી એજન્સીઓ સહિત સામાન્ય લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. DENV-2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી લક્ષણો શરૂ થાય છે.
જોરદાર તાવ
ગંભીર માથાનો દુખાવો
સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો
ઉબકા આવવા
ઉલટી થવી
ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ
ગંભીર નબળાઇ આવવી
આંખોની પાછળના ભાગમાં દુખાવો
ડેન્ગ્યુથી બચવાના ઉપાયો
ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો.
પાણીની ટાંકી ઢાંકીને રાખો.
બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે.
મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો.
મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો.
મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો.
તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે
ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome) થઈ શકે છે. જે કારણે ડેન્ગ્યુ હેમરેજિક તાવ થઈ શકે છે અને રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.