શોધખોળ કરો

Surat: સુરત બન્યુ ગાર્બેજ ફ્રી સિટી, કેન્દ્ર સરકાર દ્વારા અપાયુ સેવન સ્ટાર રેન્કિંગ, જાણો વિગતે

દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, દેશભરતના શહેરોને સ્વચ્છ રાખવા માટે ખાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે

Surat News: દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, દેશભરતના શહેરોને સ્વચ્છ રાખવા માટે ખાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે, હવે આ કડીમાં કેન્દ્ર સરકારે દેશના કેટલાક શહેરોને ગાર્બેજ ફ્રી સિટી તરીકે જાહેર કર્યા છે, આમાં ટૉપ થ્રીમાં ગુજરાતના સુરતનું નામ પણ સામેલ છે. તાજા લિસ્ટિંગમાં સુરતને સેવન સ્ટાર રેન્કિંગમાં જાહેર કરવામાં આવ્યુ છે, સુરત શહેર ગુજરતામાં આ રેન્કિંગમાં સામેલ થનારું પહેલુ શહેર બન્યુ છે. 

તાજા માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા સુરત શહેરને સેવન સ્ટાર રેન્કિંગ જાહેર કરવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે દેશના 3 શહેરોમાં સુરતનો પણ સમાવેશ કર્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં માત્ર સુરતને આ માન મળ્યું છે. સુરત શહેર ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે. કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. ખાસ વાત છે કે, કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દિવાળી દરમિયાન સુરતની વિઝીટ કરી ગઈ હતી.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતાને લઈને મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને સમગ્ર દેશમાં સ્વચ્છ શહેર તરીકે સુરતના સ્થાન મળે તેના માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા, સુરત શહેરને ગાર્બેજ ફ્રી સિટી બનાવવા માટે સુરત મહાનગરપાલિકા જે પ્રયાસો કર્યા હતા તે આખરે સફળ થયા છે, કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દ્વારા સુરત શહેરને સેવન સ્ટાર રેન્કિંગ આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં ચોતરફ સ્વચ્છતા માટે સતત કામ કરવામાં આવી રહ્યું હતું. મનપા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી.

NRI પટેલ પરિવારના સભ્યોએ પુત્રીના લગ્ન પ્રસંગે મુકાવી જયશ્રી રામ, સીતા રામ લખેલી મહેંદી, જુઓ તસવીરો

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર આકર્ષક મહેંદીની ડિઝાઇનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતમાં એનઆરઆઈ પટેલ પરિવારમાં પુત્રીના લગ્નપ્રસંગે ઘરના 65 જેટલાં સભ્યોએ હાથ પર "જય શ્રી રામ" અને "સીતા રામ" લખેલી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી  છે. શુકનવંતી મહેંદીના રંગ સાથે પટેલ પરિવારે ભારતીય સંસ્કૃતિના જતન સાથે ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો હતો. મહેંદીના રંગ સાથે રંગાઇને આ પરિવારે ભારતીય સંસ્કૃતિના જતન સાથે ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે. તેમણે રામ મંદિર માટે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે.

Surat: સુરત બન્યુ ગાર્બેજ ફ્રી સિટી, કેન્દ્ર સરકાર દ્વારા અપાયુ સેવન સ્ટાર રેન્કિંગ, જાણો વિગતે

એનઆરઆઈ પટેલ પરિવારના સભ્યોને સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે મનમોહક આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકી છે. નિમિષા પારેખ મહેંદી કલ્ચરના કો-ફાઉન્ડર છે અને દેશ-વિદેશમાં મહેંદી ડિઝાઇન ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. સુરતના પટેલ પરિવારે પુત્રી જાસ્મીનના લગ્નપ્રસંગે આકર્ષક ડિઝાઇનની લેટેસ્ટ થીમ આધારિત મહેંદી મુકવાનો આગ્રહ કરતાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી મુકવાનો આઇડિયા ઉદ્ભવ થયો. જેમ ભગવાન રામના અયોધ્યા આગમન વખતે અનેરા ઉત્સાહનો સમય હતો તેવી જ રીતે મહેંદીના રંગ અને ડિઝાઇનને જોઇ મન ખુશીથી ઝુમી ઉઠે તેવી અને અનેરા ઉત્સાહની પ્રતીતી થાય તે રીતે મહેંદીની ડિઝાઇનની થીમ તૈયાર કરવામાં આવી. નિમિષા પારેખે પટેલ પરિવારની પુત્રી માટે અનોખી બ્રાઇડલ મહેંદીની થીમ તૈયાર કરી છે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પરિવાર સાથે અને અનેક દેવી દેવતાઓ પ્રસંગમાં હાજરી આપવા આવતા હોય તેમજ મંદિરના વિભિન્ન દ્રશ્યો તેવી રીતે ખુશીના ઉત્સવ સાથેની વારલી આર્ટ સાથે મહેંદી મુકવામાં આવી છે, જે જોતા જ મંત્રમુગ્ધ થઇ જવાય છે. પટેલ પરિવારના 65 જેટલાં સભ્યોએ હાથ પર “જય શ્રી રામ” અને “સીતા રામ” લખેલી અને આબેહૂબ ઉત્સવનો માહોલ હોય તેવી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી છે.

Surat: સુરત બન્યુ ગાર્બેજ ફ્રી સિટી, કેન્દ્ર સરકાર દ્વારા અપાયુ સેવન સ્ટાર રેન્કિંગ, જાણો વિગતે

મહેંદી આર્ટ ક્ષેત્રે નિમિષા પારેખ પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓ અમેરિકામાં 350થી વધારે મહેંદી આર્ટિસ્ટોને તાલીમ આપી ચૂક્યા છે. તેઓ દેશના આર્ટ અને કલ્ચરને મહેંદી દ્વારા રિપ્રેઝન્ટ કરે છે. તેઓ હંમેશાંથી ટ્રેન્ડમાં હોય તેવી મહેંદી મુકવાને બદલે કંઈક યુનિક કરવાનો પ્રયત્ન કરે છે અને હંમેશાં પોતાના આર્ટમાં મિની ટ્રેન્ડ ક્રિએટ કરે છે.

Surat: સુરત બન્યુ ગાર્બેજ ફ્રી સિટી, કેન્દ્ર સરકાર દ્વારા અપાયુ સેવન સ્ટાર રેન્કિંગ, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget