Surat: શહેરમાં રોગચાળો વકર્યો, રોજના તાવના દોઢસો કેસ નોંધાતા ને એકનું મોત થયાં લોકોમાં ભય, તંત્ર દોડતુ થયુ....
ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળાએ માજા મુકી છે, ઠેર ઠેર રોગચાળો વકરવાના કિસ્સા સામે આવી રહ્યાં છે
Surat: ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળાએ માજા મુકી છે, ઠેર ઠેર રોગચાળો વકરવાના કિસ્સા સામે આવી રહ્યાં છે, શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સિવિલમાં રોજના તાવના દોઢસો કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. મળતી માહિતી મુજબ, સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાની એન્ટ્રી થઇ ગઇ છે. શહેરની સિવિલ હૉસ્પીટલમાં દર્દીઓનો ઉભરો શરૂ થઇ ગયો છે, સિવિલમાં દરરોજ તાવના 135થી વધુ કેસ નોંધાતા તંત્ર અને લોકોમાં ફફડાટ ફેલાયો છે, રોગચાળાને પહોંચી વાળવા માટે તંત્રએ સિવિલ હૉસ્પીટલમાં 50 બેડનો એક અલાયદો વૉર્ડ પણ તૈયાર કરી લીધો છે, ખાસ વાત છે કે, શહેરમાં સરથાણાના યુવકનું છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યા બાદ મોત થઇ જતા તંત્ર દોડતુ થયુ છે.
સુરતમાં ડુમસ દરિયામાં ન્હાવા પડેલો કિશોર ડૂબવા લાગ્યો
સુરતના ડુમસના દરિયામાં ડૂબતા કિશોરને બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના ડુમસ દરિયા કિનારે કિશોર ગઇકાલે પોતાના પરિવારજનો સાથે ફરવા આવ્યો હતો. દરમિયાન નહાવા પડેલો એક 16 વર્ષીય કિશોર દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો. જોકે, ડુમસ પોલીસની સજાગતાના કારણે દરિયામાં ડૂબતા કિશોરનો જીવ બચાવ્યો હતો. 16 વર્ષીય કિશોર ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિર પાસે ન્હાવા પડ્યો હતો. દરમિયાન દરિયામાં ભરતી હોવાથી તે તણાઈ ગયો હતો. કિશોર દરિયામાં તણાઈ જતા ત્યાં અફરાતફરી મચી ગઇ હતી. બીજી તરફ ડુમસ પોલીસની ટીમ બીચ પર પેટ્રોલિંગ કરી રહી હતી. ડુમસ પોલીસને એક કિશોર ડૂબી રહ્યો હોવાની જાણ થતા તાત્કાલિક તેને બચાવવાના પ્રયાસો કરવા સાથે બનાવની જાણ ફાયર અને 108 ને જાણ કરી હતી, પરંતુ બીચ પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અને હોમગાર્ડના જવાનોને કિશોર ડૂબતો હોવાની જાણ થતા તાત્કાલિક કિશોરને બચાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. સાથે જ ફાયરબિગ્રેડ અને એમ્બ્યુલન્સને આ ઘટનાની જાણ કરાઇ હતી. પોલીસ જવાન અને ફાયરબ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ કિશોરને બચાવી લીધો હતો.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial