Vadodara: કોંગ્રેસના કાર્યકરને જમીન વેચવાના બહાને બોલાવીને નગ્ન કરીને ત્રણ વ્યક્તિએ કારમાં કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ને........
કોંગ્રેસી કાર્યકરને જમીન બતાવવાના બહાને વડોદરા નજીક પીપળીયા ગામની સીમમાં લઇ જઇ ત્રણ શખ્સે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું.
વડોદરા : વડોદરામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં કારેલીબાગમાં રહેતા કોંગ્રેસી કાર્યકરને જમીન બતાવવાના બહાને વડોદરા નજીક પીપળીયા ગામની સીમમાં લઇ જઇ ત્રણ શખ્સે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું. કોંગ્રેસના કાર્યકરને તેની જ કારમાં નગ્ન કરીને ત્રણેય શખ્શે તેના પર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આ ઉપરાંત સોનાની ચેઈન, રોકડ મળી કુલ રૂપિયા 73 હજારની મત્તાની લૂંટ કરી હતી. આ ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ પકડાયેલા એક આરોપીની જામીન અરજી નામંજૂર થઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, કારેલીબાગમાં રહેતા કોંગ્રેસી કાર્યકર જમીન લે-વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે પોતાના મોબાઇલમાં જમીન તથા પ્રોપર્ટીની લે-વેચને લગતી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશન દ્વારા મોકલવામાં આવેલા મેસેજથી અજાણી વ્યક્તિનો સંપર્ક થયો હતો.
આ વ્યક્તિએ કોંગ્રેસના કાર્યકરને અણખોલ નજીક રોડ ટચ જમીન આવેલી છે એવી માહિતી આપી હતી. આ જમીન વાજબી ભાવમાં અને લાંબી ટર્મથી આપવાની છે તેમ જણાવી કોંગ્રેસના કાર્યકરને અણખોલ ગામ પાસે આરોપીઓેએ બોલાવ્યા હતા. બપોરે કોંગ્રેસના કાર્યકર પોતાની સ્વિફ્ટ કાર લઇને અણખોલથી નર્મદપુરા ગામના બોર્ડ પાસે ગયા હતા.
કોંગ્રેસના કાર્યકરને અહીં ત્રણ વ્યક્તિ મળ્યા હતા. આરોપીઓએ તેમને માર મારી એરફોન, બે મોબાઇલ અને રૂપિયા 8000 રોકડા કાઢી લીધા હતાં.તેમણે કોંગ્રેસના કાર્યકરના કપડા કાઢી નાંખી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું અને અશ્લીલ ફોટા પાડી કોંગ્રેસ કાર્યકર પાસે ઘેરથી વધુ પૈસા મંગાવ્યા હતાં.
આ ગુનામાં પકડાયેલા રાકેશ રામદેવ કનોજીયા (રહે.રામેશ્વરનગર, પાણીગેટ)એ જામીન પર મુક્ત થવા માટે સાવલીની સેશન્સ કોર્ટમાં કરેલી અરજી ન્યાયાધીશ એ .જે. કાનાણીએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ સી.જી.પટેલે જામીન નહીં આપવા રજૂઆત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ સામાજિક વ્યવસ્થા ખોરવાય તેવું કૃત્ય કર્યું છે તેથી તેને જામીન ન આપી શકાય.